મોરબી જિલ્લામાં દેશી દારૂ વેચતા ૧૧ ઈસમો પકડાયા !!
મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૧૧ ઈસમો ઝડપાયા છે.
મોરબીમાં આરોપી રજીયા જુસબભાઇ કટીયા લાતીપ્લોટ શેરી નંબર-૩માં પોતાન રહેણાંક મકાનમાં પ્લાસ્ટિકના બાચકામાં પ્લાની નાની-મોટી કોથળીઓ નંગ-૫૫ મળી કુલ કેફી પ્રવાહી પીણુ લીટર-૧૧ કિંમત રૂપીયા-૨૨૦/- નુ વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. મોરબીમાં આરોપી બાબુ ઉર્ફે મુનો મેરૂભાઇ અગેચાણીયા વીશીપરા વાડી વિસ્તાર પ્રજાપતિ નળીયાના કારખાના પાસે જાહેર જગ્યામાં પ્લા.ના કેન નંગ-૨જેમાંકેફી પ્રવાહી પીણુ લીટર-૧૬ કિંમત રૂપીયા-૩૨૦/- નુ વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી.મોરબીમાં આરોપી મહેશ કરશનભાઇ ચાવડા લાલપર ગામની સીમ, મિલેનીયમ સિરામીક પાસે પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૪૦ દેશીદારૂ લી-૦૮ કિ.રૂ.૧૬૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.
વાંકાનેરમાં આરોપી સાયરા ઉમેદભાઇ મહમદભાઇ રાજા લીંબાળાધાર પાસે ગેલેક્ષી સ્કુલ પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર-૦૫ કિં.રૂ.૧૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. વાંકાનેરમાં આરોપી હીંમત ઉર્ફે હીતેષભાઇ લખમણભાઇ ગોગીયા અને આરોપી મહાવીરસિંહ હેમંતસિંહ ઝાલા સેન્સો ચોકડી પાસે ખુલ્લા પટમાં દેશી પીવાનો દારૂ લીટર-૨૦ કિ.રૂ-૪૦૦/-નો મુદ્દામાલ પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યા હતા.
મળિયામાં આરોપી હારૂન મહમદભાઇ જામ વાગડીયા ઝાંપા પાસે પોતાના કબ્જામા કેફી પ્રવાહી દેશી દારૂ લી-૦૪ કિ.રૂ.૮૦/-નો રાખી મળી આવ્યા હતા. ટંકારામાં આરોપી મુક્તા સવજીભાઇ વાઘેલા ટંકારા-અમરાપર રોડ દે.પુ વાસ પાસે પોતાના કબજા મા એક કાપડની થેલીમા દેશી દારુ આશરે લીટર ૦૮ કિ.રૂ. ૧૬૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી જાહેરમાંથી મળી આવી હતી. ટંકારામાં આરોપી રતન રાયમલભાઇ વાઘેલા નવી આઇ.ટી.આઇ.ની પાછળ પોતાના કબજામા (કાપડની થેલીમા) ગે.કા પાસપરમીટ કે આધાર વગર દેશી દારૂ લીટર-૦૫ કિ.રૂ.૧૦૦/૦૦ નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી.
હળવદમાં આરોપી બટુક ઉર્ફે જુગો બહાદુરભાઈ લીલાપરા જુના સુંદરગઢ ગામે હિંગળાજ માતાજીના મંદીર પાસે જાહેરમાં પોતાના કબ્જામાં દેશી-દારૂ લી. ૧૦ કિ રૂ.૨૦૦/- નો મુદામાલ પોતાના કબજામાં રાખી દેશી દારૂનું વેચાણ કરવાના ઈરાદે રેઈડ દરમ્યાન હાજર મળી આવ્યો હતો. હળવદમાં આરોપી પ્રવિણ જીવરાજભાઈ પરસુંઢા જુના સુંદરગઢ ગામે રામજી મંદીર વાળી શેરીમાં પોતાના કબ્જામાં દેશી-દારૂ લી. ૧૪ કિ રૂ.૨૮૦/- નો મુદામાલ પોતાના કબજામાં રાખી દેશી દારૂનું વેચાણ કરવાના ઈરાદે રેઈડ દરમ્યાન હાજર મળી આવી હતી. આ ઉપરાંત હળવદમાં સુંદરગઢ ગામે આવેલ રામજી મંદીર પાસે દેશી પીવાનો દારૂ લીટર ૦૮ કિ.રૂા. ૧૬૦/- નો મુદામાલ મળી આવ્યો હતો.જયારે આરોપી ગુણવંત ઉર્ફે ગુણા કમાભાઇ લીલાપરા ફરાર થયો હતો.