Placeholder canvas

વાંકાનેર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીનો વિજય

વાંકાનેર: આજે વિધાનસભાની યોજાયેલી મત ગણતરીમાં 67 વાંકાનેર કુવાડવા વિધાનસભા સીટ ઉપર ભાજપના ઉમેદવાર તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર સામે આશરે 19955 જેટલા મતો થી વિજય થયા છે.

આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ મત ગણતરી શરૂ થઈ હતી, ત્યારે શરૂઆતથી જ ભાજપે આ બેઠક પર લીડ પકડી લીધી હતી. એક કે બે રાઉન્ડમાં જ કોંગ્રેસ આગળ થઇ હતી. લગભગ ૨૦ રાઉન્ડમાં કોંગ્રેસ ભાજપથી પાછળ રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ‘આપ’ એ પણ આ બેઠક પર 50,000 થી વધુ મત મેળવ્યા છે.

આજે મતગણતરીના અંતે છેલ્લા 15 વર્ષથી ગુજરાતની વિધાનસભામાં વાંકાનેરનું પ્રતિનિધિત્વ કરતા જાવીદ પીરઝાદા તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી સામે 19955 મતથી હારી ગયા છે.

ભાજપનું વિજય સરઘસ આજે સાંજે 5 વાગ્યે નેશનલ હાઇવેથી શરૂ થશે જે શહેરના રાજમાર્ગમાં ફરીને માર્કેટ ચોક પહોંચશે.

ભાજપ – 80677

કોંગ્રેસ – 60722

આપ – 53485

આ સમાચારને શેર કરો