Placeholder canvas

મોરબી ઝૂલતો પુલ દુર્ધટનાના પીડિત પરિવારો સુપ્રિમ કોર્ટના શરણે…

ગુજરાત હાઈકોર્ટે મોરબી બ્રિજ દુર્ધટનાના અગાઉ આ કેસના 10 આરોપીઓ પૈકી 03 સિક્યુરિટી ગાર્ડ અને 02 ક્લાર્કને જામીન આપી ચુકી છે. મોરબીમાં મચ્છુ નદી પર આવેલા ઝૂલતો બ્રિજ તૂટવાની ઘટનાના દિવસે બે કલાર્ક દ્વારા મોરબી બ્રિજ પર જવા ટિકિટો વેચવામાં આવી હતી. આ બે કલાર્ક દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામા આવી હતી. જેની પર જજ સમીર દવેની કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે બંને આરોપીઓને પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે આરોપીઓની જામીન અરજી મંજુર કરી છે.

હાઇકોર્ટમાંથી જામીન મળેલા આરોપીઓ પૈકી 112 પીડીત પરિવાર વતી એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા બે કલાર્ક મહાદેવ સોલંકી અને મનસુખ ટોપિયાની જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. જેમનું કહેવું છે કે, આરોપીઓએ આ કૃત્ય ઇરાદાપૂર્વક કર્યું છે. આરોપીઓ બ્રિજની કેપેસિટી જાણતા હતા છતાં વધુ ટિકિટો વેચી છે. પોલીસ ચાર્જશીટમાં તેમની સંડોવણી સ્પષ્ટ છે છતાં પણ તેમને જામીન મળ્યા છે, ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની બેન્ચ સમક્ષ તેની સુનાવણી હાથ ધરાશે.

આ સમાચારને શેર કરો