Placeholder canvas

વાંકાનેર: કુવાડવા રોડ પર વડાળના નાલા પાસે કાર અકસ્માતમાં ચારને ઈજા…

વાંકાનેર: વાંકાનેર કુવાડવા રોડ પર સિંધાવદરના ગતરાળનગર પહેલા આવતા વડાળના નાલા પાસે એક કાર અકસ્માત થયો હતો, જેમાં કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચતા પ્રથમ વાંકાનેર અને ત્યારબાદ રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.

મળેલી માહિતી મુજબ અમરસર ફાટક અને ગતરાળનગર વચ્ચે આવેલ વડાળના નાલા પાસેના નાલા પાસે એક સ્વીફ્ટ ડિઝાઇર કાર Gj03 LR 5704 રોંગ સાઈડમાં ખેંચાઈને નાલાની સાઈડ સાથે અથડાતા અકસ્માત થયો હતો. કારમાં સવાર ચાર લોકોને ઈજા પહોંચી હતી તેમને પ્રથમ વાંકાનેર હોસ્પિટલ ખાતે અને બાદમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. મળેલી માહિતી મુજબ કાર રાજકોટની હતી. ઈજાગ્રસ્ત ચારેયમાં ડ્રાઇવરને વધુ ઇજા થઈ હોવાની માહિતી મળી છે…

આ સમાચારને શેર કરો