Placeholder canvas

મોરબીમાં સ્પાની આડમાં કુટણખાના સામે ધારાસભ્ય લાલઘૂમ…

મોરબી શહેર ઓદ્યોગિક રીતે વિકસિત હોય જ્યાં સમૃદ્ધિની સાથે દુષણોની પણ ભરમાર જોવા મળી રહી છે. યુવા પેઢીને નશાની લત લગાડવી, સ્પાની આડમાં કૂંટણખાના સહિતના ગોરખધંધા ધમધમતા હોય તેવા આક્ષેપો ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કરીને SPને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હોય તેવું વીડિયો સંદેશ જાહેર કર્યો છે.

ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આ વીડિયોમાં કહે છે કે, રાજ્ય સરકારના સીએમ અને ગૃહમંત્રીએ વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન શરુ કર્યું તે માટે અભિનંદન પાઠવું છું. દર મહીને સંકલન બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ લેવાય છેય હાલ મોરબીમાં આશરે 90 જેટલા સ્પા ધમધમે છે. જેમાં થોડાને બાદ કરતા મોટાભાગના સ્પામાં 2 નંબરના ધંધા થતા હોય છે જ્યાં કૂંટણખાનાના ધંધા ચાલે છે, વીડિયો બનાવી બ્લેકમેલ કરી પૈસા પડાવવામાં આવતા હોય છે અને નશાયુકત ચીજવસ્તુનું વેચાણ થાય છે. જેથી ડીવાય એસપીને સૂચના આપી છે અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. તેમજ સ્પા સંચાલકોને પણ આવા ધંધા બંધ કરવા જણાવ્યું છે, અન્યથા સ્પા બંધ થશે અને પાસા સુધીની કાર્યવાહી થશે તેમ પણ ધારાસભ્યએ કહ્યું છે.

આ સમાચારને શેર કરો