Placeholder canvas

વાંકાનેરમાં યુવરાજસિંહને જેલ મુક્ત કરવા માટે પ્રાંત અધિકારીને આવેદન આપ્યુ

વાંકાનેર: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓમા યેનકેન પ્રકારે થતા ગોટાળાઓ અને પરીક્ષા પહેલા જ પેપર લીંકના દાખલાઓ બનતા રહ્યા છે ત્યારે યુવરાજસિંહ જાડેજા એ મીડિયા ના માધ્યમથી આ કાંડ ખુલ્લા પડયા છે અને અવાજ ઉઠાવતા રહયા છે , અત્રે ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહે ઉઠાવેલા અવાજના કારણે બિનસચિવાલય ક્લાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ્દ કરવાની સરકારને ફરજ પડી હતી . સેંકડો વિધાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે એમને ન્યાય અપાવવા બાબતે સરકારી ભરતીઓમાં થતી ગેરરીતિ બાબતે યુવરાજસિંહ જાડેજા લડત આપતા રહયા છે.

ગુજરાતના યુવાઓના પ્રશ્નો રજૂ કરતા યુવરાજસિંહ છેલ્લા કેટલાય સમય થી ગુજરાતમાં સરકારી ભરતીઓમાં થતા કૌભાંડોને પ્રકાશિત કરીને એક રીતે ગુજરાત સરકારની મદદ જ કરે છે . એમને ન્યાય આપીને સરકારે સાયા ગુનેગારોને પકડવા જોઇએ અને યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામા લગાવેલ 307 & 332 જેવી કલમો હટાવીને એમની ધરપક્ડમાથી મુક્ત કરવા જોઈએ . સમગ્ર ગુજરાતની સર્વ સામાજિક સંસ્થાઓ દ્વારા તાત્કાલિક યુવરાજસિંહ પર લગાવેલ ગુનાઓ દૂર કરવામા આવે અને એમને રિલીઝ કરવામા આવે એની માંગણી કરવામા આવે છે, ગુજરાતના સર્વે સમાજ, લાખો વિદ્યાર્થીઓ યુવરાજસિંહ જાડેજાની સાથે છે અને જરૂર પડશે ત્યાં એમના માટે મોટી લડત પણ આપશે.

આજ રોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતી અને યુવા અધિકાર ન્યાય ચળવળ ના યુવાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી આવેદન આપવામાં આવ્યું. જે આવેદન પ્રાંત અધિકારી હસ્તક ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈ કોર્ટ ,મુખ્ય મંત્રી અને રાજ્યપાલ શ્રી ગુજરાત ને મોકલવામાં આવ્યું.

જેની આગેવાની વાંકાનેરના તોફિક અમરેલીયા , આરીફ બ્લોચ ,રવિ ચાવડા ,નઝુ કડીવાર,ભૌતિક સિંહ, પુષ્પરાજસિંહ, સત્યજીતસિંહ,રવીરાજ સિંહ,ચિરાગ સાકરીયા મયુર કુમખાણીયા અને વાંકાનેર ના યુવાનો બહોળી સંખ્યા મા હાજર રહ્યા હતા.

આ આવેદનમાં યુવરાજસિંહને ન્યાય આપી ને સરકારે સાચા ગુનેગારો ને પકડવા જોઈએ અને યુવરાજસિંહ પર ગાંધીનગર પોલિસ દ્વારા ખોટી રીતે ગુનામાં લગાવેલ કલમો 307,332 જેવી કલમો હટાવી ને એમને ધરપકડ માંથી મુક્ત કરવા જોઈએ એવી માંગણી કરવા માં આવી.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો