SSE ની એક્ઝામમાં વાલાસણનો વિધાર્થી નિશાંત કડીવાર રાજ્યમાં ઝળક્યો….

એસ.એસ.ઇ.ની એકઝામમાં મોરબી જિલ્લાના મેરીટ લિસ્ટમાં વાંકાનેરના મોમીન સમાજના આઠ વિદ્યાર્થીઓ સ્થાન મળ્યું

સ્ટેટ બોર્ડ એક્ઝામિનેશન ઓફ ગાંધીનગર મારફત લેવાતી ધોરણ-૯માં SSE (સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામિનેશન) ની પરીક્ષામાં વાલાસણ ગામનો કડીવાર નિશાંત ઈલ્મુદિનનો જિલ્લા લેવલે
(શહેરી વિભાગ) ના મેરીટ લિસ્ટમાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબરે અને સમગ્ર રાજ્યમાં પાંચમા ક્રમાંકે ઝળકયો છે.

SSEએકઝામનું મેરીટ લિસ્ટ ગ્રામ્ય અને શહેરી વિસ્તારનુ બંનેનું અલગ બને છે જેની અંદર વાલાસણ ગામનો અને કે.કે.શાહ સ્કૂલમાં ધોરણ 9મા અભ્યાસ કરતો આ વિધાર્થીએ પોતાના માતા- પિતા, કુટુંબ, ગામનું નામ રોશન કર્યું છે. તેમને સમગ્ર પરીક્ષાની તૈયારી ઇલ્મુદીન કડીવારે કરાવેલ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ એસ.એસ.ઈ. ની એક્ઝામમાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને ધોરણ 10માં દર મહિને ૧૨૫૦ રૂપિયા સ્કોલરશિપ મળે છે,આ ઉપરાંત રાજ્યના મેરીટમાં આવનાર વિદ્યાર્થીને એક સર્ટિફિકેટ મળે છે. જે રાજ્ય સરકારની કલાસ 3ની કોઈ પણ ભરતીમાં બે ટકા માર્કનો લાભ મળે છે.

વાંકાનેર શહેરી વિભાગમાં મેરીટ માં આવેલા વિદ્યાર્થીઓ…
(૧) નિશાંત ઇલમુદીન કડીવર
(૨) મહેક ઇકબાલભાઈ માથકિયા

વાંકાનેર ગ્રામ્ય વિભાગમાં મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓ…
(૧) અતુફા ઈમ્તિયાઝ કડીવાર
(૨) નોસીન અસિફભાઈ શેરસિયા
(3) સેનીલા મહંમદ રાજે શેરસિયા
(૪) અજમીનાબાનું જાહિરઅબ્બાસ કડીવાર
(૫) ફિજાબાનું ઇસ્માઇલભાઈ વકાલિયા
(૬) રશ્મિનબાનું અબ્દુલકરીમ બાદી

અત્રે ઉલ્લેખનીય છે કે આ એસ.એસ.ઇ.ની એકઝામની હાલ કોઇને ખબર પણ નથી હોતી અને મોટા ભાગની સ્કૂલો પણ તેમાં રસ ધરાવતી નથી જે વિદ્યાર્થીના વાલીઓ જાગૃત છે અથવા તો આવી એક્ઝામની તૈયારી કરાવતા શિક્ષક પાસે જે વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસમાં જાય છે તેવો વિદ્યાર્થીઓ જ સફળ થયા છે.આ બાબતે શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ જાગ્રૂતતા જોવા મળે છે. અહીં ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે વાંકાનેર શહેરી વિભાગમાંથી બે વિદ્યાર્થીઓ (જે અને વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારના જ છે પરંતુ તેમને સ્કૂલ શહેરી વિસ્તારમાં આવેલી છે) અને ગ્રામ્ય વિસ્તારમાં છ વિદ્યાર્થીઓ પાસ થયા છે, આ તમામ વિદ્યાર્થીઓ મોમીન સમાજના છે.

આ એક્ઝામમાં વાંકાનેર તાલુકામાંથી કુલ આઠ વિદ્યાર્થીઓને મેરિટમાં સ્થાન મળ્યું છે આ આઠ વિદ્યાર્થીઓમાંથી ૭ વિદ્યાર્થીનિઓ (છોકરીઓ) છે અને એકમાત્ર વિદ્યાર્થી (છોકરો) છે. મોરબી જિલ્લામાંથી રાજ્યના મેરીટમાં એકમાત્ર વિદ્યાર્થી નિશાંત ઇલમુદીન કડીવારે રાજ્યમાં પાંચમું સ્થાન મેળવીને વાંકાનેર તાલુકાનું જ નહીં પણ સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધારેલ છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો