થાન: અભેપર ગામે માતાજીના માંડવામાં કોળી સમાજના આગેવાનોનું શક્તિ પ્રદર્શન

થાનગઢના અભેપર ગામને માતાજીના માંડવાનું આયોજન કરાયુ હતુ.જેમાં જિલ્લા ભરમાંથી કોળી સમાજના આગેાવનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગ પુર્વ જિલ્લા પ્રભારી ઉપસ્થિત રહી સમાજને એકતા જાળવવા જણાવ્યુ હતુ. જ્યારે વ્યસનને જાકારો આપી શિક્ષણનો વ્યાપ વધારવા આહવાન કરાયુ હતુ.

અગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓને લઇ વિવિધ સમાજ પોતાની તાકાત દેખાડવા સંમેલનો યોજી રહ્યા છે.જેમાં આગેવાનો શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે.ત્યારે ગુરૂવારે પુર્વસાંસદ દેવજીભાઇ ફતેપરાએ સુરેન્દ્રનગર સર્કિટ હાઉસમાં કોળીસમાજના આગેવાનો સાથે બેઠકો કરી આગામી સમયમાં સંગઠન ઉભુ કરવાની વાતો કરી હતી.ત્યાંથાન તાલુકાના અભેપર ગામે જેજરીયા પરીવારના માતાજીના માંડવા પ્રસંગે કોળી અને પટેલ સમાજનાઆગેવાનો અને લોકો ભેગા કરી શક્તિ પ્રદર્શન કરાયુ હતુ. જેમાં જિલ્લાના પુર્વ પ્રભારી કુંવરજી બાવળીયા અને પુર્વ ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ સાથે રહ્યા હતા.

જેમાં સમાજમાં કોઇના કહેવાથી બટાઇ ન જવા ઉપસ્થિત આગેવાનોને જણાવાયુ હતુ. જ્યારે કોળી સમાજ શુન્યમાંથી સર્જન કરી રોજીરોટી રળી શકે છે માટે અભ્યાસ પર અને વ્યસન મુક્ત રહેવા આહવાન કરાયુ હતુ.આમ કુંવરજી બાવળીયા અને પુર્વ ધારાભસ્યા શામજીભાઇ ચૌહાણે પણ પોતાની હાજરી દર્શાવી હતી. અત્રેઉલ્લેખનીય છેકે જિલ્લામાં કોળી સમાજની વસ્તી વધુ હોવાથી મતોનું પ્રભુત્વ દરેક ચૂંટણીમાં રહે છે.ત્યારે હાલ કોળી સમાજના આગેવાનો સમાજના લોકોને રીઝવવા કવાયત હાથ ધરી હોય તેમ જણાઇ રહ્યુ છે. થાનના અભેપર ગામે માતાજીના માંડવામાં કોળી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો