રાતીદેવળી જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારને સમગ્ર મતક્ષેત્રમાંથી મળતો જબ્બર લોક આવકાર…

વાંકાનેર રાતીદેવડી જીલ્લા પંચાયત ના ભાજપના ઉમેદવાર અને મોમીન સમાજના સામાજિક અને રાજકીય અગ્રણી યુસુફભાઈ શેરસીયાના પુત્ર જાહિર અબ્બાસ યુસુફભાઈ શેરસીયાએ તેમના સાથી આગેવાનો સાથે સમગ્ર વિસ્તારમાં લોક સંપર્ક કરતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

યુસુફભાઈ શેરસીયા તીથવા જિલ્લા પંચાયતમાં ચૂંટાયા હતા ત્યારે તેઓએ આ વિસ્તારમાં કરેલાં કામોની લોકોએ નોંધ લીધી છે અને આવા લોકોના કામ કર્તા આગેવાન જ્યારે પોતાના આંગણે આવ્યા છે ત્યારે તેઓને વધાવી લેધા છે. સમગ્ર વિસ્તારમાં યુસુફભાઈને જબ્બર લોક આવકાર મળી રહ્યો છે.

‘તમે અહીં ચિંતા ન કરતા’ આવું વાક્યો યુસુફભાઈને લગભગ દરેક ગામમાંથી સાંભળવા મળ્યું ત્યારે યુસુફભાઈ ખુદ વિચારતા થઈ ગયા કે આ વિસ્તાર એ મારો વિસ્તાર નથી આમ છતાં લોકોનો આટલો સરસ આવકાર મળી રહ્યો છે. તેથી તેઓ પણ ઉત્સાહમાં છે અને ગૌરવપૂર્ણ વિજય માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે અને તેમની સમગ્ર ટીમને કામે લગાડી દીધી છે.

આ વિસ્તારમાં ખાસ કરીને યુવા કાર્યકરો માં ભારે ઉત્સાહ જોવા મળે છે અને તેઓ પોતાના વિસ્તારના કામો કરી શકે તેવા ઉમેદવારને વિજય બનાવવા માટેનો ભારે થનગનાટ દેખાય છે. તેઓ પોતપોતાના વિસ્તારમાં પ્રચાર કાર્યમા લાગી ગયા છે.

આ સમાચારને શેર કરો