વાંકાનેર હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનામાં બાઈકસવાર યુવાનનું મોત

વાંકાનેર: રાજકોટ હાઈવે પર અકસ્માત થયું હતું, જે અકસ્માતમાં અજાણ્યા કારચાલકે બાઈક સવાર યુવાનને અડફેટે લેતા મોત થયું હતું. કારચાલક અકસ્માત બાદ નાસી ગયો હતો.

વાંકાનેરના પાડધરા ગામના રહેવાસી લાખાભાઈ મનજીભાઈ કુન્ધીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે અમરસર ગામની સીમમાં અજાણ્યા કારના ચાલક અકસ્માત સર્જ્યો હતો જેમાં ફરિયાદી લાખાભાઈ અને સોનુભાઈ કુકાભાઈ આધરોજીયા (ઉ.વ.૨૭) નામના યુવાન બાઈક જીજે ૦૩ એફ્બી ૬૫૩૨ લણીએ જતા હોય ત્યારે પાછળથી પછાડી દેતા લાખાભાઈને ઈજા થઇ હતી તો સોનુભાઈને ગંભીર ઈજા થતા મોત થયું હતું અને અજાણ્યો કારચાલક કાર લઈને નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

આ સમાચારને શેર કરો