Placeholder canvas

મોરબી:રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આગામી ૨૫મી ફેબ્રુઆરીના રોજ યોજાશે

સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૨૪, ૨૫, ૨૬ ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાની સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા સેવાસદનના સભખંડમાં બેઠક યોજાઇ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડમાં મળેલ બેઠકમાં નક્કિ થયા અનુસાર મોરબી જિલ્લામાં આગામી તારીખ ૨૫મી ફેબ્રુઆરીના રોજ સવારે ૯ કલાકે માર્કેટીંગ યાર્ડ ખાતે મુખ્ય કાર્યક્રમ, સ્ટોલ, પ્રદર્શન સહિત ગરીબ કલ્યાણ મેળો યોજાશે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં કરોડો રૂપિયાના ખાતમૂહુર્ત તેમજ લોકાર્પણ, સરકારની વિવિધ યોજનાના લાભો, કીટ અને સહાય વિતરણ પણ કરવામાં આવશે.

કાર્યક્રમના આયોજન અંગેની પ્રથમ બેઠકમાં કલેક્ટર જે.બી. પટેલે જણાવ્યુ હતું કે, ગરીબ કલ્યાણ મેળાનુ સુદ્રઢ આયોજન સહિત ચાલુ વર્ષના લાભાર્થીઓને આ મેળામાં તમામ લાભ મળે તે માટે પોર્ટલ ઉપર સમયસર ડેટા એંટ્રી કરાવવી. કોઇ પણ લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા અમલીકરણ અને સંબંધિત વિભાગોના અધિકારીઓને સુચનો કર્યા હતા.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, ડીઆરડીએ નિયામક નીતાબેન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાકાંનેર પ્રાંત અધિકારી એ.એચ. સેરશીયા, માર્ગ મકાનના કા.પા.ઇ. કે.એન. ઝાલા, જિલ્લા રજિસ્ટ્રાર ડી.વી. ગઢવી, જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણ, જિલ્લાના સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો