Placeholder canvas

વાંકાનેર: ભલગામ નજીક વાહન અકસ્માતમાં મહિલાનું મોત…

વાંકાનેર તાલુકામાં આવેલા ભલગામ નજીક હાઇવે ઉપર બે બાઈક વચ્ચે અકસ્માત થતા અકસ્માતમાં ઈજા પામેલ મહિલાનું રાજકોટ ખાતે મોત નીપજયુ છે.

બનાવની મળતી વિગત મુજબ વાંકાનેરના ભલગામના રેહતા વર્ષાબેન રમેશભાઈ દેગડા (ઉ.વ.૨૭) કે દિયર માલાભાઈના બાઈકની પાછળના બેસીને ગત તા.૧૯-૪ ના સાંજના અરસામાં જતા હતા ત્યારે ભલગામ નજીક હાઇવે ઉપર તેઓના બાઈકને અન્ય બાઈકના ચાલકે હડફટે લેતા વર્ષાબેન રમેશભાઈ દેગડા નામની મહિલાને ઇજાઓ થતા પ્રથમ વાંકાનેર સિવિલ ખાતે સારવારમાં લઈ જવાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતું.

આ સમાચારને શેર કરો