Placeholder canvas

ધો.12 સાયન્સનું 65.58% પરિણામ: સૌથી વધુ મોરબી જિલ્લાનું અને સૌથી ઓછું દાહોદ જીલ્લાનું પરિણામ

ગત સાલ કરતા ધો.12 સાયન્સનું પરિણામમાં 6.44% ઘટ્યું,

ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. બોર્ડના પરિણામની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થયું છે. બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધો.12 સાયન્સનું કુલ 65.58% પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં 72.27% અને બી ગ્રુપમાં 61.71% પરિણામ આવ્યું છે. સૌથી વધુ 90.41% સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22% રિઝલ્ટ આવ્યું છે. સૌથી વધુ 83.22% પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. જ્યારે 29.44% સાથે દાહોદ જિલ્લો છેલ્લે છે. ગુજરાતી માધ્યમનું 65.32% અને અંગ્રેજી માધ્યમનું 67.18% પરિણામ આવ્યું છે.

મોરબી જિલ્લાનું રાજ્યમાં સૌથી વધુ પરિણામ:-

આજે બોર્ડનું જાહેર થયેલ પરિણામમાં રાજ્યમાં સૌથી વધુ 83.22% પરિણામ સાથે મોરબી જિલ્લાએ પ્રથમ સ્થાન મેળવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌથી વધુ 90.41% પરિણામ સાથે હળવદ કેન્દ્રનું આવેલ છે, આમ મોરબી જિલ્લાને 12 સાયન્સના પરિણામમાં બે બે ગૌરવ મળેલ છે.

આ વર્ષે ખાસ વ્હોટ્સએપ નંબર 6357300971 જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સીટ નંબર મેસેજ કરવાથી પણ પરિણામ મેળવી શકાય છે. સૌપ્રથમ વખત મેના પહેલા વીકમાં આજે ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે.

માર્ચ-2023 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ 140 કેન્દ્રો ઉપર 1,26,624 પરીક્ષાર્થી નોંધાયેલ હતાં. તે પૈકી 1,25,563 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,10,229 નોંધાયા હતા, તે પૈકી 1,10,042 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતા. જેમાંથી 72,166 પરીક્ષાર્થી “પ્રમાણપત્ર મેળવવાને પાત્ર” થયેલ છે. રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58 ટકા આવ્યું છે.

3 દિવસ બાદ સ્કૂલમાંથી માર્કશીટ અપાશે
સમગ્ર રાજ્યમાં 1.25 લાખ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપી હતી. 14 માર્ચથી 29 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા ચાલી હતી, જેનું પરિણામ 1 મહિના બાદ એટલે કે આજે 2 મેના રોજ જાહેર થશે. આજે માત્ર ઓનલાઇન પરિણામ જાહેર થશે, ત્યાર બાદ 3 દિવસ બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.

આ સમાચારને શેર કરો