Placeholder canvas

રાજ્યમાં ધીમે-ધીમે શિયાળો જામતો જાય છે: બે દિવસમાં 4.6 ડિગ્રી પારો ગગડ્યો

રાજ્યમાં કચ્છ સહિતના કેટલાક વિસ્તારમાં ધીમે-ધીમે શિયાળાની ઠંડીનો જમાવટ શરૂ થયો છે. કચ્છના નલિયામાં માત્ર 2 દિવસમાં જ 4.6 ડિગ્રી જેટલો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો છે. ગઈકાલે બુધવારે નલિયામાં લઘુત્તમ તાપમાન રાજ્યમાં સૌથી ઓછુ 9.8 ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ નોંધાયું હતું. જોકે અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.9 ડિગ્રી વધુ રહેતા ભરબપોરે ઠંડીનો અહેસાસ થયો હતો.

હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ શહેરોના લઘુત્તમ તાપમાન અંગેના પ્રસિદ્ધ કરેલ આંકડા મુજબ અમદાવાદ શહેરનું તાપમાન 17.5 ડિગ્રી, ડીસાનું 14.6 ડિગ્રી, ગાંધીનગરનું 16 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું 17.6 ડિગ્રી, વડોદરાનું 18 ડિગ્રી, સુરતનું 20 ડિગ્રી, વલસાડનું 21 ડિગ્રી, ભુજનું 15 ડિગ્રી, નલિયાનું 9.8 ડિગ્રી, કંડલાનું 13.8 ડિગ્રી, અમરેલીનું 17.8 ડિગ્રી, ભાવનગરનું 19.4 ડિગ્રી, દ્વારકાનું 18.4 ડિગ્રી, પોરબંદરનું 18.6 ડિગ્રી, રાજકોટનું 16.6 ડિગ્રી અને સુરેન્દ્રનું લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું છે. સોમવારના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું હતું જે ઘટીને આજે 9.8 ડિગ્રી થઈ ગયું છે.

આ સમાચારને શેર કરો