Placeholder canvas

ગુજરાતમાં નવા 11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે.

ગુજરાતમાં નવા 11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. ગુજરાતમાં વિમાની મથકો-એરપોર્ટના વિકાસ માટે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) વચ્ચે MoU થયા છે. 11 સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ માટે ટેક્નિકલ ફિઝિબિલિટી અને જમીનની ઉપલબ્ધિની સંભાવનાઓ ચકાસીને રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આગળ વધશે.

રાજ્યમાં જે 11 જેટલા સ્થળોની સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ કરવા માટે ઓળખ કરવામાં આવી છે તેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા તથા પાલીતાણાનો સમાવેશ થાય છે. આ સ્થળોએ ટેક્નિકલ ફિઝિબિલિટી અને જમીનની ઉપલબ્ધિની સંભાવનાઓ ચકાસીને તેના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એરપોર્ટ ડેવલપ કરવા માટે જરૂરીયાત મુજબ આગળ વધશે. એટલું જ નહીં, વડનગર, સિદ્ધપુર અને કેવડિયા ખાતે ટેક્નો-ઇકોનોમિક ફિઝિબિલિટી તથા જમીનની ઉપલબ્ધતાના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની સંભાવનાઓ પણ ચકાસશે.

આ સમાચારને શેર કરો