Placeholder canvas

મોરબીનો ઝૂલતો પુલ શા માટે તૂટ્યો ? 100ની જગ્યાએ 500 લોકો ચડી જતાં કરૂણાંતિકા સર્જાય

એકસાથે 30 હજાર કિલો વજન થતાં પુલના થઈ ગયા કટકા

મોરબી: આજે રવિવારે પરિવાર સાથે ફરવા નીકળેલા લોકો સાથે કરૂણાંતિકા સર્જાઈ છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટતાં અનેક લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા છે. પુલ પર આશરે 500 લોકો હોવાનો અંદાજ છે. હાલમાં લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં ચાલું છે. આ ઝૂલતો પુલ નગર પાલિકા હસ્તકનો છે. જેની પર 100ની કેપેસિટી કરતાં વધારે ટોળું ભેગું થવાના કારણે આ બ્રિજ તુટ્યો હોય તેવુ પ્રાથમિક રીતે લાગે છે. મેઈન્ટેનન્સ બાદ તાજેતરમાં જ સામાન્ય પ્રજા માટે આ બ્રિજ ખુલ્લો મૂક્યો હતો.

બ્રિજ પર વજન વધ્યું ને પુલ તૂટ્યો?

બ્રિજ પર આશરે 400થી 500 લોકો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે એક વ્યક્તિનું સરેરાશ 60 કિલો વજન ધ્યાનમાં રાખીએ તો બ્રિજ પર જે-તે સમયે 30 હજાર કિલો એટલે કે 30 ટન વજન હોવાનું અનુમાન લગાવી શકાય. જેથી કેપેસિટી કરતા વધારે ટોળું ભેગું થયું હોવાના લીધે આ દુર્ઘટના સર્જાઈ હોય એમ લાગે છે.

આ ઝૂલતા પુલનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા જિંદાલ કંપનીને આ પુલનું રીપેરીંગ કામ સોંપવામાં આવ્યું હતું અને પાલિકા દ્વારા ઓરેવા ટ્રસ્ટને આગામી 15 વર્ષ સુધી આ પુલની મેન્ટેઈનન્સ અને રીપેરીંગની સમગ્ર જવાબદારી સોંપવામાં આવી હતી.

સમારકામ થયાને 5 દિવસમાં જ મોરબીનો ઝૂલતો ખૂલ તૂટ્યો, સરકાર સામે અનેક સવાલો

મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આશરે 60થી વધારે બોડી બહાર કાઢી છે, મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. ત્યારે આ પુલ તૂટવાથી સરકાર સામે અનેક સવાલો ઉભા થયા છે.

આ સમાચારને શેર કરો