Placeholder canvas

43 વર્ષ બાદ ફરી મોરબી ધ્રુજ્યું: ઝૂલતો પુલ તૂટ્યો, લોકોની ચિસકારીઓ વચ્ચે આક્રંદ

મોરબી શહેરનો ઐતિહાસિક ગણાતો એવો ઝૂલતો પુલ સમી સાંજે તૂટીને મચ્છુ નદીમાં બે કટકા થઇને પડ્યો હતો. આ સમયે પુલ પર મોટા પ્રમાણમાં સહેલાણીઓ હાજર હતા. પુલ તૂટતાં જ 400થી વધુ સહેલાણીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. CM ભુપેન્દ્ર પટેલ મોરબી જવા નીકળી ગયા છે.
મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં છેલ્લા ઘણા દિવસોથી ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામી હોય, મોડી સાંજે આ પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. જેમાં 60 બૉડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાએ દાવો કર્યો છે. અત્યારે બચાવ કામગીરી પુરજોશમાં છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
  • 60 બોડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાનો દાવો
  • 50થી વધુ લોકોને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાયા
  • કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવાજનોને 4-4 લાખ અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર સહાય જાહેર
  • મોતના આંકડામાં 10થી વધુ બાળકોનો સમાવેશ, મોતનો આંકડો વઘી શકી છે
  • મંત્રી બ્રિજેશ મેરજાએ 40થી વધુના મોત થયા હોવાનું જણાવ્યું
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

જુવો વિડીયો…

આ સમાચારને શેર કરો