skip to content

ધોરણ-12 સાયન્સના 92.80% પરિણામ સાથે મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં લેવાયેલી ધોરણ-12ના તમામ પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે. ધોરણ-12 સાયન્સમાં સમગ્ર રાજ્યનું 82.45 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી જિલ્લો 92.80 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે.

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ–2024માં લેવાયેલી ધોરણ-12ના તમામ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ 2024માં ધોરણ 12-વિજ્ઞાન પ્રવાહમાં 1,11,132 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી એ વન ગ્રેડમાં 1034, એ-2 ગ્રેડમાં 8983, બી-1 ગ્રેડમાં 18514, બી-2 ગ્રેડ 22115, સી-1 ગ્રેડમાં 21964, सी-2 ग्रेऽमां 16165, अने डी-ग्रेऽमां 2,844 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આ સમાચારને શેર કરો