Placeholder canvas

વાંકાનેર, મોરબીમાં પાન માવાની દુકાનો કેમ ન ખુલ્લી ? જાણવા વાંચો

રાજય સરકાર દ્વારા લોકડાઉન 4માં પાન માવા,ચા સહિતની તમામ દુકાનો નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ મોરબી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા હજુ આ બાબતે કોઈ જાહેરનામું બહાર ના પાડતા મોરબી અને વાંકાનરમાન પાન માવાની મોટાભાગની દુકાનો ખુલ્લી નથી. દુકાનદારો મોરબી કલેકટરના જાહેરનામાની રાહ જોઈ રહિયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોટા ભાગના અન્ય જિલ્લામાં કલેકટર દ્વારા લોકડાઉન 4 માટે મોડી રાત્રે જ જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયુ હતું. પરંતુ મોરબી કલેકટર તંત્ર દ્વારા હજુ આ બાબતે કોઈ જ કાર્યવાહી ના કરતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

ત્યારે મોરબી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તાકીદે તમામ સ્પષ્ટિકરણ સાથેનું નવું જાહેરનામું બહાર પાડવામાં આવે અને તેમાં રાજ્ય સરકાર દ્વારા અપાયેલી તમામ છૂટછાટ આપવામાં આવે તેવી માંગણી વેપારી વર્ગ કરી રહ્યો છે.

આ ઉપરાંત મોટાભાગના પાન પાર્લરમાં તમાકુ સોપારીનો સ્ટોક ખાલી હોય તેમજ હોલસેલ વેપારીઓ ને એવો પણ ભય છે કે દુકાનો ખોલી શું તો મોટી ભીડ થશે અને અફડાતફડી મચી જશે, તેમનો માલ પણ જાય તેવું બની શકે. તેની સાથોસાથ તેમની પાસે પણ હાલમાં કોઇ મોટો સ્ટોક ન હોવાની વાતો સામે આવી છે. આમ ઉપરથી કંપનીમાંથી માલની આવક થયા પછી પાન મસાલા તમાકુ બીડીની બજાર સ્થિર થાય તેવું લાગી રહ્યું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EQbRFlsJXb2GcBBWtsfKqZ

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો