Placeholder canvas

રાજકોટની પરાબજારના અનોખા દ્રશ્યો, વ્યસની પતિદેવો માટે બીડી લેવા માટે મહિલાઓએ લાઇનો લગાવી.

રાજકોટ : શહેરમાં છૂટછાટ મળતા જ વહેલી સવારથી જ લાઇનો જોવા મળી હતી. જોકે, આ લાઇને શાકભાજી કે કરિયાણું ખરીદવા માટેની નહીં પરંતુ પાન-મસાલા, બીડી, સિગારેટ વગેરે લેવા માટેની હતી. વહેલી સવારથી જ તમાકુ બનાવટની વસ્તુઓની વેચાણ કરતી દુકાનો પર લાઇનો જોવા મળી હતી. ત્યારે શહેરના પરાબજાર વિસ્તારમાં મહિલાઓએ લાઇનો લગાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાઓએ ઘરવખરી માટે નહીં પરંતુ તેમના વ્યસની પતિઓ માટે બીડી લેવા માટે લાઇનો લગાવી હતી.રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં આજથી નિયમોમાં મોટી છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે ઘણા દિવસોથી બંધ પડેલી પાનની દુકાનો આજથી ફરી ધમધમતી થઇ છે.

આજે વહેલી સવારના સાત વાગ્યાથી વ્યસની લોકોએ પાનની દુકાનો બહાર તેમજ પાન મસાલા સિગારેટ બીડી વેચનારા એજન્સીની દુકાનોની બહાર લાંબી લાઈનો લગાવી છે. શહેરના પરાબજાર વિસ્તારમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં વ્યસની પતિઓ માટે મહિલાઓએ લાંબી લાઇન લગાવી છે.

પરા બજાર વિસ્તારમાં આવેલી પાન મસાલા સિગારેટ બીડી વેચનાર આ એજન્સીની દુકાનોની બહાર મોટી સંખ્યામાં મહિલાઓ વ્યસનની ચીજવસ્તુઓ લેવા માટે લાંબી લાઇન લગાવી છે. સોમવારની રાત્રે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પાન, માવા, ફાકી, બીડી, સિગારેટની દુકાનો ખોલવા અંગે છૂટછાટ આપવામાં આવી હતી. જે બાદ છૂટછાટ આપવાનો આજે પ્રથમ દિવસ છે. પ્રથમ દિવસે ફક્ત રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ આખા ગુજરાતમાં પાન-મસાલાની દુકાનો બહાર આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EQbRFlsJXb2GcBBWtsfKqZ

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો