Placeholder canvas

રાજકોટમાં પાન-મસાલા, તમાકુ અને સોપારીની દુકાન પર લોકોની જામી ભીડ

રાજકોટઃ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ લૉકડાઉન 4.0માં રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. સરકારને કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નથી આવી. જોકે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં કેટલીક છૂટછાટ મળી છે.

જોકે આ લોકડાઉનમાં પાન માવાના બંધાણીઓ માટે સારા સમાચાર આવ્યા છે. લોકડાઉન 4માં પાન મસાલાની દુકાનોને ખોલવાની છૂટ આપવામાં આવી છે. જોકે આજે આ છૂટ મળતા જ રાજકોટમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સવારે 6 વાગ્યાથી વેપારીઓ જથ્થાબંધ વેપારીની દુકાનો પર લાંબી લાઈનો લગાવી હતી. પાન મસાલાની માગ એટલી હતી કે સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેરમાં પાન-મસાલા અને સોપારીનો સ્ટોક ખતમ થઈ ગયો હતો.

બીજી બાજુ પાન મસાલાની દુકાનો પર બંધાણીઓએ પાન મસાલા ખરીદવા માટે ભારે ભીડ લગાવી હતી જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈપણ જાતનું પાલન કરવામાં આવ્યું ન હતું. રાજકોટમાં કેટલીક જગ્યાએ ભીડ ભેગી થતા પોલીસ કેટલાક લોકોની અટકાયત પણ કરી છે.

દુકાનો પર ભીડ જોવા મળતા કેટલાક પાન મસાલા દુકાનદારોએ બાઉન્સરો પણ ગોઠવ્યા છે. નોંધનીય છે કે, લોકડાઉન ખુલતા પહેલા પાન મસાલાની ભારે કાળા બજારી જોવા મળી હતી. બંધાણીઓએ 4-5 ગણા ભાવો આપીને પાન મસાલા ખરીદ્યા હતા. જોકે આજે દુકાનો ખુલી તો પણ કેટલીક જગ્યાએ સ્ટોક ખત્મ થઈ ગયો તો ક્યાંક લોકોએ હજુ પણ ઉંચી કિંમત ચૂકવીને પાન મસાલાની ખરીદી કરી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EQbRFlsJXb2GcBBWtsfKqZ

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો