Placeholder canvas

ચૂંટણી: ફેઝ-1ના સૌથી ધનવાન ઉમેદવારો કોણ ? જાણો…

રાજકોટ (દક્ષિણ) બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા આ વખતે ગુજરાતની પહેલા તબક્કાની ચૂંટણીના સૌથી ધનિક ઉમેદવાર હશે. ટીલાળાએ પોતાના સોગંદનામામાં રુ. 171 કરોડની કુલ મિલ્કત જાહેર કરી છે. તો બીજીતરફ રાજકોટ (પૂર્વ)ના જ ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ 163 કરોડની મિલ્કતનું એફિડેવિટ ફાઈલ કર્યું છે. આમ ટોપ-2 ધનિક ઉમેદવારો એક જ સિટીના છે.

આ વખતના ઉમેદવારોના સોગંદનામામાં 2017ની તુલનામાં સૌથી ઉડીને આંખે વળગે તે રીતે કોઈની મિલ્કત વધી હોય તો તે છે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી. એડીઆરના આંકડા મુજબ હર્ષ સંઘવીએ 2017ની ચૂંટણીમાં રુ. 2.17 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. આ આંક આ વખતે 723% વધીને રુ. 17.43 કરોડ થઈ ગયો છે. તેમના પત્ની પાસે ગત ચૂંટણી વખતે એકેય રુપિયાના શેર નહોતા. જ્યારે હાલ તેમની પાસે રુ. 10.52 કરોડના મૂલ્યના તો લિસ્ટેડ કંપનીઓના શેર જ છે.

આ સમાચારને શેર કરો