Placeholder canvas

વાંકાનેર બેઠક ઉપર કુલ 21 વ્યક્તિઓએ ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા જેમ 3 ડમી ઉમેદવાર.

ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણીના પહેલા તબક્કાના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો, બપોરના ત્રણ વાગ્યે સુધી આજે ફોર્મ ભરાયા હવે આવતીકાલે ફોમી ચકાસણી થશે. અને ત્યાર પછી ફોર્મ પાછા ખેંચી શકાશે.

વાંકાનેરમાં કુલ 21 વ્યક્તિઓએ ફોર્મ ભર્યા છે,જેમાં ભાજપ કોંગ્રેસ અને આપમાંથી પાર્ટીના ઉમેદવારોએ પોતાના એક કરતાં વધુ ફોર્મ ભર્યા છે આમ ફુલ ફોર્મ 26 ભરાયા છે. જેમાં પણ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એક એક ડમી ઉમેદવારે ફોર્મ ભર્યા છે. જે તે પાર્ટીના ઉમેદવારના ફોર્મ માનનીય થઈ જાય ત્યારબાદ તેમના ડેમની ઉમેદવારના ફોર્મ આપોઆપ રદ થઈ જાય છે, જેથી જો વાંકાનેર વિધાનસભામાં કોઈ ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ન ખેંચે તો 18 ઉમેદવારો મેદાનમાં રહેશે.

વાંકાનેર વિધાનસભાની સીટ પર કેટલાક ફોર્મ ભરાયા ? કોણે કોણે ફોર્મ ભર્યા ? કયા પક્ષમાંથી ફોર્મ ભર્યા ? તેમની માહિતી અત્રે આપેલ છે.

(1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી – ભાજપ (2 ફોર્મ )
(2) મનસુખભાઇ વાલજીભાઇ સેટાણીયા – ભાજપ (2 ફોર્મ ) ડમી
(3) મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા – કોંગ્રેસ (2 ફોર્મ )
(4) સૈયદ ઇરફાન અહેમદ અબ્દુલ મુતલીબ પીરઝાદા – કોંગ્રેસ – ડમી
(5) વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી – આમ આદમી પાર્ટી (3 ફોર્મ )
(6) શૈલેષભાઇ ધિરજભાઈ ટોપીયા – આમ આદમી પાર્ટી – ડમી
(7) ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયા – બહુજન સમાજ પાર્ટી
(8) પ્રકાશભાઈ નારણભાઇ અજાડીયા – રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી
(9) મહેબુબભાઇ જમાલભાઈ પીપરવાડીયા – અપક્ષ
(10) જીતેશભાઇ રૂપાભાઇ સંતોલા – અપક્ષ
(11) રાજેન્દ્રભાઇ બટુકભાઈ માંડવીયા – અપક્ષ
(12) સાગર હમીરભાઇ ફાંગલીયા – અપક્ષ
(13) રીતેશભાઈ મનસુખભાઇ પરસાણા – અપક્ષ
(14) નરેન્દ્રભાઈ દેંગાડા – અપક્ષ
(15) નરેન્દ્રસિંહ ઝાલા – અપક્ષ
(16) નવીનભાઈ અમૃતભાઈ વોરા – અપક્ષ
(17) મહેશકુમાર નરશીભાઈ ખંડેખા – અપક્ષ
(18) હીનાબેન પ્રવીણભાઈ રૈયાણી – અપક્ષ
(19) મેરામભાઇ કરમણભાઇ વરુ – અપક્ષ
(20) વલ્લભભાઈ કરસનભાઈ વાઘેલા – અપક્ષ
(21) રમેશભાઈ લવજીભાઈ ડાભી – અપક્ષ

આ સમાચારને શેર કરો