વાંકાનેરના કયા ગામ પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા બાઈક ચાલકનું થયું મોત?

વાંકાનેર: મહિકા ગામની સીમ પાસે અજાણ્યા વાહને બેકાબુ ગતિએ આવતા બાઈક ચાલકને હડફેટે લેતા યુવકનું મોત થયું છે. આ સમગ્ર મામલે યુવકના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

અમદાવાદમાં રહેતા ૬૪ વર્ષીય પ્રેમજીભાઈ પુંજાભાઈ કંટારીયા એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૨૦ ના રોજ સવારના ૭:૦૦ વાગ્યે તેમના પુત્ર હિરેન પોતાનુ સુઝૂકી કંપનીનું મોટરસાયકલ GJ.27.DY.4222 પર પસાર થતો હતો. એ વખતે મહિકા ગામની સીમ વાંકાનેર બાઉન્ડ્રી નેશનલ હાઈવે રોડ પર કોઈ અજાણ્યા વાહને બેફામ ગતિએ આવતા તેમના દીકરા હિરેનના બાઇકને હડફેટે લીધું હતું. જેને કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હિરેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું.આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો