હવે મહિલાઓ પણ પાછળ નથી: મેસરીયા ગામેથી ૩ મહિલા સાથે ૬ જુગારી ઝડપાયા !!
વાંકાનેર: મેસરીયા ગામની સીમમાં ઓરડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્યાંથી ત્રણ મહિલા સહીત ૬ જુગારીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલીસે હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે, મેસરીયા ગામની પાદરનો કેળો નામની સીમમાં આરોપી ગોપાલભાઇ છગનભાઇ રાઠોડ ખેતરમાં આવેલ ઓરડીમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં જુગાર રમતા આરોપી ગોપાલભાઇ છગનભાઇ રાઠોડ, રાજુભાઇ કરશનભાઇ ધોરીયા, લખમણભાઇ ધીરૂભાઇ કુમખાણીયા,મધુબેન દીનેશભાઇ પંચાળા, ગીતાબેન મેરકુભાઇ ધાંધલ અને ભાવનાબેન ઉર્ફે અંજલી માધાભાઇ રાઠોડને ઝડપી પાડીને રોકડ રૂપિયા ૩૫,૪૦૦ નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.