Placeholder canvas

મોરબી: ઝુલતા પુલની દુર્ઘટનામાં જયસુખ પટેલની આગોતરા જામીન અરજીનું આજે શુ થયું? જાણવા વાંચો.

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં જયસુખ પટેલે આગોતરા જામીનની અરજી કરી હતી જેની આજે મોરબીની સેશન્સ કોર્ટમાં સુનાવણી હતી પરંતુ તપાસ અધિકારી દ્વારા તેમાં મુદત માગવામાં આવી હોવાથી હવે આગામી 1/ 2/ 2023 ના રોજ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે

ઓરેવા ગ્રુપના જયસુખભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા (પટેલ)એ મોરબીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી પરંતુ તપાસ અધિકારી હાલમાં બંદોબસ્તમાં બહારગામ હોવાથી તેમના દ્વારા મુદત માગવામાં આવી હતી. જેથી મોરબીની સેશન્સ કોર્ટમાં જયસુખ પટેલેની આગોતરા જામીનની અરજી માટે આગામી તા 1/2/23 ના રોજ સુનાવણી કરવામાં આવશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જુલતાપુલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને જયસુખ પટેલના આગોતરા જામીનની અરજી બાબતે સાંભળવા માટે મોરબીના સિનિયર વકીલ દિલિપભાઇ અગેચાણીયા મારફતે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો