Placeholder canvas

ગુજરાતમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે…

ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે અને આગામી 7 દિવસ વરસાદની કોઈ સંભાવના ન હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો પારો એક-બે ડીગ્રી ઘટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 5-7 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી. તાપમાનની વાત કરીએ તો વધુ ફેરફાર જોવા મળશે નહીં. આગામી 3-4 દિવસ હાલ જે તાપમાન નોંધાઈ રહ્યું છે તેટલું જ રહેશે, એકાદ ડીગ્રી તાપમાન ઘટે તેવી શક્યતા છે. પરંતુ 3-4 દિવસ પછી તાપમાન એક ડીગ્રી વધી શકે છે. નોર્થ-ઇસ્ટ ગુજરાત તરફથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યો છે. માછીમારો માટે પણ કોઇ ચેતવણી હાલ નથી. જ્યારે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 29મી ડીસેમ્બરથી ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી શરૂ થશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 12 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નીચું જશે.

આ સમાચારને શેર કરો