Placeholder canvas

મોરબી: ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આઠ વર્ષના બાળક સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય…

મોરબી તાલુકાના વિસ્તારમાં રહેતા એક પરિવારનો બાળક એક વર્ષ પહેલા ઝીકીયાળી ગામમાં તેની માસીના ઘરે વેકેશન ગાળવા ગયો હતો તે દરમિયાન એક શખ્સે બાળકને લલચાવી, ફોસલાવી તેની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બનાવ અંગે ભોગ બનનારા બાળકના વાલીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને કડક પૂછપરછ હાથ ધરી હતી.

મોરબી પંથકમાં રહેતા એક પરિવારના 8 વર્ષનો બાળક એક વર્ષ પહેલા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તેમના સંબંધીના ઘરે વેકેશન ગાળવા ગયો હતો, તે દરમિયાન હર્ષદ ભરતભાઈ ભટ્ટ નામના શખ્સે બાળકની મરજી વિરુદ્ધ તેની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ ઘટના બાદ બાળક ડરી જતા જે તે વખતે કોઈને જાણ કરી ન હતી પરંતુ બાદમાં કોઈ રીતે બાળકે તેની સાથે બનેલી ઘટના અંગે પરિવારને જાણ કરતા પરિવારના સભ્યો અચંબિત થઈ ગયા હતા અને આ અંગે પરિવારે તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી અને બાદમાં તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જો કે આ કૃત્ય બાદ બાળક એટલો બધો ડઘાઇ ગયો હતો કે કોઇને કશું કહેવા અને આ ઘટના ક્યારે અને કેવી રીતે બની તે કહેવા તૈયાર ન હતો, બાદમાં હિંમત એકઠી કરી વડીલોને જાણ કરતાં અંતે પોલીસ ફરિયાદ કરવા નિર્ણય લેવાયો હતો.

આ સમાચારને શેર કરો