Placeholder canvas

હળવદ–ધ્રાંગધ્રા હાઇવે ઉપર ગંભીર અકસ્માતમાં 4 યુવાનના મોત

હળવદ તાલુકાના ગોલાસણ ગામેથી ધ્રાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્નમાં ગયેલ યુવાનોની કારને ધ્રાંગધ્રા હાઇવે ઉપર અકસ્માત નડતા ચાર યુવાનોના મોત થયા છે જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર માતે હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળેલી માહિતું મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામના છ યુવાનો ધ્રાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા જ્યાંથી રાત્રીના જમવા માટે આ યુવાનો સ્વીફ્ટ કારમા હાઇવે ઉપર આવ્યા હતા અને પરત નરાડી જતા હતા ત્યારે સ્વીફ્ટ કારને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં કાર ડિવાઈડર ઠેકીને સામેની સાઈડમાં ચાલી જતા સામેથી આવતા આઇસર સાથે અથડાતા કારમાં બેઠેલા છ પૈકી ચાર યુવાનોના મૃત્યુ નીપજ્યા હતા.

આ અકસ્માતમાં હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા કરસનભાઈ ભરતભાઈ ઠાકોર ઉ.26, કિરણભાઈ મનુભાઈ ઠાકોર ઉ.20, કાનાભાઇ ભુપતભાઇ ઠાકોર ઉ.20 અને ઉમેશભાઈ જગદીશભાઈ ઠાકોર ઉ.16નું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અમીતભાઈ જગદીશભાઈ ઠાકોર અને કાનાભાઇ રાયધનભાઈ ઠાકોર નામના બે યુવાનને ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો