Placeholder canvas

વાંકાનેરનો મચ્છુ 1 ડેમ અડધો ભરાયો

વાંકાનેરના જાલસીકા પાસે આવેલ મચ્છુ 1 ડેમમાં છેલ્લા બે દિવસમાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે અડધો ડેમ ભરાઈ ગયો છે.

છેલ્લા બે દિવસથી વાંકાનેર તેમજ કુવાડવા વિસ્તારમાં સારો વરસાદ પડતા મચ્છુ 1 ડેમ માં પાણીની ખૂબ સારી આવો થઈ હતી ગઈ કાલે એટલેકે તારીખ 13ના બપોરના 12 વાગ્યા સુધીમાં મચ્છુ 1 ડેમમાં 24 કલાકમાં નવા પાણીની 8 ફૂટ આવક થઇ હતી. આમ ૨૮ ફૂટે થી મચ્છુ 1 ડેમ ની જળ સપાટી 36 ફૂટે પહોંચી હતી, એ સમયે અઢાર હજાર ક્યુસેક પાણીની આવક પણ ચાલુ હતી. કપ્તાને એ સમયના અહેવાલમાં ૨૪ કલાકમાં મચ્છુ ડેમ અડધો ભરાઈ જશે એવો ઉલ્લેખ કર્યો હતો એ મુજબ આજે મચ્છુ 1 ડેમ અડધો ભરાઈ ગયો છે.

ગઈ કાલ બપોરના 12 વાગ્યાથી આજે સવારના 10 વાગ્યા સુધીમાં મચ્છુ 1 ડેમમાં ચાર ફૂટ નવા પાણીની આવક થઇ છે, હાલમાં મચ્છુ 1 ડેમની જળ સપાટી ૪૦ ફૂટ પર પહોંચી ગઇ છે. હાલમાં મચ્છુ ડેમમાં પાણીની આવક ખુબ ધીમી પડી ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મચ્છુ 1 ડેમ ની ઊંચાઈ 49 ફૂટ છે અને ૪૦ ફૂટ સપાટી પહોંચે ત્યારે મચ્છુ 1 ડેમ અડધો ભરાય છે. એ મુજબ હવે ઉપરના નવ ફૂટ પાણી ભરવા માટે ભારે વરસાદની જરૂરિયાત રહેશે કેમકે હવે સપાટી ઝડપથી સપાટી ઉપર આવી શકે નહીં.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….
આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
_જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી_ https://chat.whatsapp.com/Gz7NiqCuzYCFetElwlWcjf

આ સમાચારને શેર કરો