વાંકાનેર: જાલીડામાં કારખાનાની દીવાલ માથે પડતા યુવકનું મૃત્યુ
વાંકાનેર તાલુકાના જાલીડા ગામમાં કારખાનાની દીવાલ માથે પડતા યુવકનું મોત થયું હોવાની માહિતી મળી છે.
બનાવની મળેલ માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટીવાવ ગામના વતની હાલ જાલીડા ગામમાં અન્ટીક ફાર્મ કારખાનામાં રહી કામ કરતા 35 વર્ષીય નરવતભાઇ સોમાભાઇ બારીયાના માથે ગઇકાલે કારખાનાની દીવાલ પડતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.