“ધ બિગેસ્ટ ટેલેન્ટ શો”માં મોડેલિંગ કેટેગરીમાં વાંકાનેરની અનન્યા ગોસ્વામીએ ત્રીજો ક્રમાંક મેળવ્યો
વાંકાનેર: રાજકોટમાં ગત તા29-5-2022ના રોજ RFC હોટેલ ખાતે “ધ બિગેસ્ટ ટેલેન્ટ શો ” નું આયોજન કરવામાં આવ્યું હતું આ “ધ બિગેસ્ટ ટેલેન્ટ શો” માં જેમાં ડાન્સ, સિંગિંગ, મોડેલિંગ, અન્ય ટેલેન્ટો રજૂ કરવામાં આવ્યા હતા.
આ “ધ બિગેસ્ટ ટેલેન્ટ શો” ઘણા બધા પાર્ટીસિપેટ થયા હતા અને દરેકે પોતાનું ટેલેન્ટ બતાવવાના ભરપૂર પ્રયત્નો કર્યા હતા. આ “ધ બિગેસ્ટ ટેલેન્ટ શો”માં મોડેલિંગ કેટેગરીમાં વાંકાનેરના તીથવા ગામની અનન્યાઅનન્યા ગોસ્વામી ગોસ્વામી બેસ્ટ પર્ફોર્મન્સ આપીને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરીને વાંકાનેર તાલુકા અને તીથવા ગામની સાથે ગોસ્વામી સમાજનું ગૌરવ વધારેલ છે.
અનન્યા ગોસ્વામીના મમ્મી મનીષાબેન ગોસ્વામી તીથવા તાલુકા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે અને અનન્યા પોતે પણ તીથવા તાલુકા શાળામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરી રહી છે.
અનન્યા ગોસ્વામીએ “ધ બિગેસ્ટ ટેલેન્ટ શો”માં મોડેલિંગ કેટેગરીમાં ત્રીજું સ્થાન મેળવતા આજે તેમના પર ચારેકોરથી અભિનંદન વર્ષા થઇ રહી છે.
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
“ધ બિગેસ્ટ ટેલેન્ટ શો”માં અનન્યા ગોસ્વામીનું પર્ફોમન્સ… જુવો વીડિયો...
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…