Placeholder canvas

વાંકાનેર બસસ્ટેન્ડ પાસે જુગાર રમતા ચાર ઝડપાયા…

વાંકાનેર સિટી પોલીસે બસસ્ટેન્ડ નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈ રોકડા રૂપિયા 12,100 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેરના એસટી બસસ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા ભરતભાઇ કાનજીભાઇ ખાંભલા, પ્રવિણભાઇ હંસરાજભાઇ કુણપરા,
અશ્ર્વિનભાઈ કેશુભાઈ સોલંકી અને ગુલાબભાઈ ગુમાનભાઈ બરેડીયાને રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 12,100 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો