મોરબી: શનાળામાં માતૃપિતૃ વંદના અને વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ યોજાયો
મોરબી: રવિવારે મોરબીના શનાળા ખાતેની પટેલ સમાજની વાડી ખાતે એક માતૃપિતૃ વંદના તેમજ વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ સેતુબંધ ફાઉન્ડેશન તેમજ ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ ના સંયુક્ત ઉપક્રમે યોજવા માં આવેલ હતો.

આ કાર્યક્રમ સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સના જનરલ સેક્રેટરી શ્રી કાન્તિલાલ ડી. બાવરવા તથા તેમની ટીમ દ્વારા યોજવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે શ્રી જેનીબેન ઠુંમર, શ્રી ડો. હેમાંગભાઈ વસાવડા, શ્રી શહેનાઝબેન બાબી, શ્રી બેચરભાઈ હોથી, શ્રી પાલભાઈ આંબલીયા, શ્રી જે. કે. પટેલ, શ્રી વાલમજીભાઈ અમૃતિયા, શ્રી લીંબાભાઈ મસોત, શ્રી એલ. એમ. કંજારિયા, શ્રી અયુબભાઇ મોવર, શ્રી ગોરધનભાઈ કુવરીયા, શ્રી ગુલામ હુશેનભાઈ, શ્રી રાજુભાઈ આહીર, શ્રી રેવાભાઈ પરેચા, શ્રી રાણાભાઈ ડાંગર, શ્રી ભાવેશભાઈ સાવરિયા, શ્રી છગનભાઈ સરડવા. શ્રી વિનોદભાઈ ડાભી, શ્રી કિશોરભાઈ પટેલ, શ્રી રાજુભાઈ કાવર, શ્રી મનોજભાઈ પનારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત સંતાનમાં ફક્ત એક જ દીકરી ધરાવતા ૯૯ પરિવારો, ધોરણો ૧૨માં એ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૧૫ વિધાર્થીઓ, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષા એ એવોર્ડ પ્રાપ્ત કરનાર ૧૭ શિક્ષકો, સેવાના ભેખધારી વ્યક્તિઓ અને સંસ્થાઓ, ૪૭ મીડિયાના મિત્રો, તેમજ મોરબી જીલ્લાના સરપંચો નું સન્માન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમનો હેતુ સમાજમાં દીકરી – દીકરો એક સમાનની વાત પ્રસ્થાપિત થાય, સેવા ક્ષેત્રે કામ કરતા લોકો અને સંસ્થાઓ કે જેઓ સન્માન માટે કામ કરતા નથી હોતા પરંતુ તેઓના સન્માન થકી લોકોમાં સેવા ક્ષેત્ર કામ કરવાની જાગૃતિ આવે અને આવા લોકોને સમાજ નો સહકાર મળે, એ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓમાંથી ભવિષ્યમાં બીજી વિધાર્થીઓને મહેનત કરવાની પ્રેરણા મળે, તેમજ શિક્ષકો નું સમાજ પ્રત્યે જે યોગદાન છે તેમની સમાજમાં નોંધ લેવાય તેવો એક નાનો પ્રયત્ન કરવામાં આવેલ હોવાનું શ્રી કાન્તિલાલ ડી. બાવરવા કહેલું છે.

શ્રી જેનીબેન ઠુંમર કે જેઓ પોતે પણ તેમના માતા પિતાનું એક માત્ર સંતાન દીકરી છે તેઓએ અન્ય દીકરીઓને આગળ વધવા આહ્વાન કરેલ હતું. શ્રી ડો. શેહનાઝબેને સમાજમાં આનાથી સારી જાગૃતી આવશે તેવું કહેલ હતું. શ્રી પાલભાઈ આંબલીયા એ લોકો ને જાગૃત થવા આહ્વાન કરેલ તો શ્રી. ડો. હેમાંગભાઈ વસાડવા એ આ કાર્યક્રમ ને ખુબજ સારો ગણાવ્યો અને આમાંથી સરકારે પણ પ્રેરણા લેવા જેવંી છે તેવું કહ્યું તેમજ પોતે કોંગ્રેસના મેનુફેસ્ટોમાં સંતાનમાં એક દીકરી હોય તેમને શિક્ષણ ફ્રિ કરવા તેમજ તેવી દીકરી ને નોકરીમાં અગ્રતા આપવાની વાત ને સામેલ કરવાની વાત કહી હતી.



