Placeholder canvas

વાંકાનેર:હઝરત ખ્વાજા ગરીબે નવાજ ક્રિએટીવ યંગ ગ્રુપ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન યોજાયા

વાંકાનેર મીરૂમિયા બાવાની દરગાહ ખાતે રવિવારે સાંજે ચાર વાગ્યે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગરના કુલ11 દુલ્હન અને દુલ્હાઓની નિકાહાખ્વાની પીર ખુરશીદ હૈદર પીરઝાદાની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ હતી. આ તમામ દુલ્હાઓ ને જુમ્મા મસ્જિદ, મદીના મસ્જિદ, કસ્બા મસ્જિ,એ.કે. પીરઝાદા મસ્જિદ મૌલ્વી સાહેબોએ નીકાહ પઢાવી હતી.

આ સમૂહ લગ્નમાં વાંકાનેર ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા, ગફારભાઈ મંત્રી, ગફારભાઈ તરીયા, ઈકબાલભાઈ ચૌહાણ, યાસીનખાન પઠાણ, નસરુદ્દીન ભાઈ આઝાદ સહિતના અગ્રણીઓમા તથા હજરત ખ્વાજા ગરીબે નવાજ ક્રિએટીવ યંગ ગ્રુપના અલ્તાફભાઈ ખલીફા, જુશબભાઈ ભટ્ટી, અશરફભાઈ ખલીફા, ફારૂકભાઇ ખલીફા, અસલમ ભાઈ પીલુડીયા, સોયબ ભાઈ ખલીફા, અબદુલભાઇ ભલારા સાહેબ, ઇનુસ ભાઈ બાદી પાન વાળા, ફિરોજભાઈ મકરાણી, સદ્દામ ભાઈ કાજી, આરીફ સલોત, આરીફ ખલીફા, ગુલાબ નબી ખલીફા, રજાકભાઈ તરીયા, જમાલભાઈ ખલીફા, કાસમ હાજી, પીરૂ ભાઈ, મુસ્તાકભાઈ, કાજી પીન્ટુભાઇ જેસાણી, જીતેન્દ્ર ટીનાભાઇ ભલસોડ, હાજી અનવર ભાઈ પરાસરા, ઈસ્માઈલભાઈ કડીવાર, ફુરકાન કુરેશી સહિતના તમામ યુવાનો વચ્ચે આ સમૂહ લગ્ન નું આયોજન ને સફળ બનાવેલ.

આ છઠ્ઠા સમૂહ લગ્નમાં તમામ દુલ્હા દુલ્હનને કરિયાવરમાં ટીવી ફ્રીજ સેટી પલંગ ઈસ્લામી તકતા સહિતની ઘરવખરીની મળીને પુત્યેક ને કુલ ૧૪૦ વસ્તુઓ સાથે એક ગ્રામ સોનાનો દોરો અને કપડાની જોડી પણ આપવામાં આવી હતી.

આ સમૂહ લગ્ન માં જુદા જુદા દાતાઓએ આ સમૂહ લગ્નના ખર્ચ પેટે એક લાખ ઉપરાંત ની રોકડા રકમ પણ આપેલી હતી વાકાનેર ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા તરફથી સ્ટીલના વાસણો ની 43 જેટલી વસ્તુઓ આપવામાં આવી હતી તેમજ અલ્હાજ ખુરશીદ હૈદર પીરઝાદા તરફથી સોનાની ચુકી તથા તેમના સાથી મિત્રો જેન્તીભાઈ સોની તરફથી પણ સોનાની ચુકી આપવામાં આવેલ જ્યારે ઈરફાન પીરઝાદા તરફથી દુલા દુલ્હન ચાંદીના સિક્કા ભેટ આપ્યા હતા. જ્યારે વાંકાનેર શાહબાવા ટ્રસ્ટના ડિરેક્ટર મહંમદ ભાઈ રાઠોડ એ શાહબાવાની તકતીઓ પરણિતાઓ ને ભેટ આપી હતી.

આ સમૂહ લગ્ન પ્રસંગે ખુરશીદ હૈદર પીરઝાદા એ નિકાહ વિધિ બાદ ઈસ્લામી તરીકા મુજબ દુઆ ગુજારી નવ દંપતીઓ ને આશીર્વાદ આપ્યા હતા.

આ સમાચારને શેર કરો