વાંકાનેર: જોધપર પાસે CNG રીક્ષા ટ્રકની પાછળ ઘુસી જતા, રીક્ષા ચાલકનું મોત, 4ને ઇજા

વાંકાનેર : 27 નેશનલ હાઇવે પર, જોધપર નજીક સીએનજી ઓટો રીક્ષા ટ્રકની પાછળ ઘુસી જતા રીક્ષા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં બેઠેલા ચાર મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

મળેલ માહિતી મુજબ વાંકાનેરના જોધપર નજીક સીએનજી રીક્ષા નંબર GJ-03-BU-8758ના ચાલક ભાનુભાઇ કરમશીભાઇ ભાલીયા રહે. ભલગામ વાળાએ પોતાની રીક્ષા ટ્રકના ઠાઠામાં ભટકાડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં મુસાફરી કરતા અબ્દુલભાઇ, હુશેનભાઇ અલાઉદીનભાઇ વડાવીયા, ગોરધનભાઇ આંબાભાઇ તથા કાસમભાઇ ઉસ્માનભાઇ ખોરજીયાને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતની આ ઘટના અંગે રાજાવડલા ગામે રહેતા અફજલભાઇ અબ્દુલભાઇ વડાવીયાએ રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે મૃતક રીક્ષા ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો