Placeholder canvas

વાંકાનેર: iti પાસે ગાડીમાં આગ લાગી: ફાયર બિગેડ અડધી કલાકે આવ્યુ !

વાંકાનેર: આજે સવારે 7 વાગ્યાની આસપાસ વાંકાનેર કુવાડવા રોડ ઉપર સેવાસદનની સામે આવેલ આઇ.ટી.આઇ પાસે એક ગાડીમાં અચાનક આગ લાગી ગઈ હતી.

આ ગાડીમાં આગ લગતા વાંકાનેર ફાયર બ્રિગેડને જાણ કરી હતી, પરંતુ ફાયર બ્રિગેડ જાણ કર્યા બાદ તેમને આવતા આશરે અડધો કલાક જેવો સમય લાગી ગયો હતો. જ્યારે ફાયર બ્રિગેડ ત્યાં પહોંચે ત્યારે ગાડી સંપૂર્ણ બળીને હાડપિંજર થઈ ગઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર નગરપાલિકાના ફાયર ફાઈટર પર થોડા વર્ષો પૂર્વે વીજળી પડી હતી અને ફાયર ફાઈટર માં ભારે નુકશાની થઇ હતી ત્યારથી વાંકાનેર નગરપાલિકાના એ ફાયર ફાયટરો ફરી કાર્યરત થયા નથી. એમના કારણે વાંકાનેર નગરપાલિકાનું એક મિનિટ ફાયર ફાઈટરથી રેડવામાં આવે છે. ત્યારે સવાલ એ થાય છે કે વાંકાનેરમાં કયારેક કોઇ રહેણાક વિસ્તારમાં આગ લાગે ત્યારે નગરપાલિકાનું આ મીની ફાયર ફાયટર કેવું કામ કરશે? લોકો પર કેટલું જોખમ રહેશે ? તે એક વિચારવા જેવો પ્રશ્ન છે. એવું કહી શકાય કે આગની ઘટના બાબતે વાંકાનેરની પ્રજા ‘રામ ભરોસે’ છે.

આ સમાચારને શેર કરો