વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમા મતદાન શરૂ…, કાલે મત ગણતરી…

ઠંડીના કારણે પ્રથમ કલાકમાં ખૂબ ધીમુ મતદાન શરૂ થયું…
ખેડૂત વિભાગમાં 21 અને વેપારી વિભાગમાં 5 ઉમેદવારો વચ્ચે આજે ચૂંટણી

વાંકાનેર માર્કેટિંગ યાર્ડન ચૂંટણીનું આજે સવારે 9 વાગયેથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજના 5 વાગ્યા સુધી ચાલશે…થયેલ મતદાનની મત ગણતરી 12 મી જાન્યુઆરી 2022ના રોજ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકાના રાજકારણમાં તાલુકા પંચાયત બાદ યાર્ડ સૌથી મહત્વની સંસ્થા છે. માર્કેટિંગ યાર્ડના પ્રતિનિધિઓને ગામડામાં આવેલી સહકારી મંડળીના સભ્યો મત આપીને ચુટતા હોય છે. જ્યારે વેપારી વિભાગમાં માર્કેટિંગ યાર્ડમાં લાઇસન્સ ધરાવતા વેપારીઓ મત આપીને તેમના પ્રતિનિધિઓને ચુંટે છે. માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 10 સભ્યો, વેપારી વિભાગમાં 4 અને સંઘ પ્રોસેસિંગના 1 સભ્ય ચૂંટાઈ આવે છે. જ્યારે એક સભ્ય ચંદ્રપુર ગ્રામ પંચાયત ઠરાવ કરીને તેમનો પ્રતિનિધિ મોકલે છે. આ ઉપરાંત બે અધિકારીઓ પણ સભ્ય તરીકે હોય છે, જેમાં એક જિલ્લા ખેતીવાડી અધિકારી અને બીજા જિલ્લા રજીસ્ટ્રાર પણ માર્કેટિંગ યાર્ડ ના સભ્ય રહે છે અને તેઓને દરેક નિર્ણયમાં મતનો અધિકાર પણ હોય છે.

ખેડૂત વિભાગમાં કુલ 10 સભ્યપદ માટે 21ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જ્યારે વેપારી પેનમાં કુલ ચાર સભ્યો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જે નીચે મુજબ છે…

ખેડૂત વિભાગના ઉમેદવારો
1, કડીવાર અબ્દુલરહીમ વલીમામદભાઈ -પીપળીયારાજ
2, કડીવાર ઇસ્માઇલ ફતેમામદ -વાલાસણ
3, કુણપરા બચુભાઇ મનજીભાઈ -પલાસ
4, કેરવાડિયા કરમશીભાઈ ગોવિંદભાઇ – આણંદપર
5, કોબીયા દેવભાઈ છગનભાઇ – ભેરડા
6, ખોરજીયા યુનુસ અલાવદી -અરણીટીંબા
7, ગોરીયા નાથાભાઇ મનજીભાઈ – ભેરડા
8, ચૌહાણ બિપિન પ્રેમજીભાઈ -જેપુર
9, જાડેજા હરદીપસિંહ મહેન્દ્રસિંહ -કોટડા નાયાણી
10, જાડેજા હરદેવસિંહ દિલુભા -આગાભી પીપળીયા
11, ઝાલા અર્જુનસિંહ તેજુભા -જાબુડિયા
12, ઝાલા સિદ્ધરાજસિંહ ચનુભા -ખેરવા
13, પરાસરા ગુલામ અમી -સિંધાવાદર
14, પીરઝાદા શકિલએહમદ ખુરશીદહૈદર -રાણેકપર
15, બ્લોચ ગુલમહંમદ ઉમંરભાઈ -વાંકીયા
16, બાદી ઉસ્માનગની નૂરમામદ -કેરાળા
17, વાળા કીર્તિરાજસિંહ દિપુભા -ગારીયા
18, શેરસિયા જલાલ અલીભાઈ -ચંદ્રપુર
19, શેરસિયા હુશેન અહમદ -કોઠી
20, શેરસિયા હુશેન મહમદ -પંચાસર
21, સાપરા મગન જગાભાઈ -ગુંદાખડા

વેપારી વિભાગના ઉમેદવારો
1, ચૌધરી મોહયુદીન હુશેનભાઇ
2, ઝાલા શક્તિસિંહ દેવેન્દ્રસિંહ
3, પરાસરા મોહંમદરફીક ઉસ્માનભાઇ
4, બાદી મો.નીસાર ઇસ્માઇલભાઇ
5, મેઘાણી અશ્વીનભાઇ નવઘણભાઇ

આ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી ભારે રાજકીય ગરમાવો લાવી છે, પંચાસીયા મંડળીના મતો કેન્સલ થતાં કોંગ્રેસ હાઈકોર્ટમાં જઈને તેમને મત આપવાનો અધિકાર લઈ આવી છે. પરંતુ પંચાસીયા મંડળીના ના મતો અલગ સીલ કરવામાં આવશે અને બાદમાં કોર્ટના નિર્ણય મુજબ કામગીરી હાથ ધરાશે. વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને એડીચોટીનું જોર લગાવી ચૂકી છે. વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, મોરબી માર્કેટીંગ યાર્ડના પ્રમુખ મગનભાઇ વડાવીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ ડેથરીયા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયા અંગત રસ લઈ રહ્યા છે. વાંકાનેરનું માર્કેટિંગ યાર્ડ કબજે કરવા તમામ પ્રયત્નો કર્યા છે. જયારે સામા પક્ષે કોંગ્રેસ જરા પણ ઉણી ઉતરી નથી તેમને પણ તમામ તાકાત લગાવી દીધી છે.

કોંગ્રેસ વેપારી પેનલ આસાનીથી જીતી જાય એવું લાગી રહ્યું છે કેમ કે ભાજપ અહીંયા પોતાની આખી વેપારી પેનલ બનાવી શક્યું નથી ભાજપના એકમાત્ર ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે અન્ય ત્રણ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે. આમ જોતા કોંગ્રેસ પાસે ૪ વેપારી પેનલના અને એક તાલુકા સંઘ-પ્રોસેસિંગ ના આમ કુલ પાંચ ઉમેદવારો તેના ખીચામાં આવી ગયા છે, એમ કહેવું વધારે પડતું નથી. જ્યારે ખેડૂત પેનલમાં ભારે રસાકસી પૂર્ણ ચૂંટણી છે. કોંગ્રેસ માટે આ વખતે માઠા સમાચાર એ છે કે બેંકના પ્રતિનિધિઓ ના મતો તેમને મળતા નથી, તે માટે બેન્કના ચેરમેન જયેશ રાદડિયા અંગત રસ લઈને ભાજપ તરફથી કરાવેલ છે, તેઓ જાહેરમાં કહી ચુક્યા છે કે હું 40 મત લઈને આવું છું, આપને 41માં થી શરૂઆત કરવાની છે. ત્યારે આ ચાલીસ મત ચૂંટણીનું પરિણામ બદલી શકે તેમ છે.

વાંકાનેરના રાજકારણમાં નોંધ લેવા જેવી મહત્વની બાબત એ છે કે આ ચૂંટણીમાં યુસુફભાઈ શેરસીયા મગનું નામ મરી નથી પાડતા ! યુસુફભાઈ અને જીતુભાઈ સોમાણી આ બંને આગેવાનો અત્યારે ભાજપની સાથે નથી એવી ચર્ચાઓ થઈ રહી છે. આજે ચૂંટણી પૂર્ણ થશે અને આવતી કાલે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે મતદારો વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નું સંચાલન કોને સોંપે છે તે જાહેર થઈ જશે… એમના માટે બસ… થોડો ઇન્તજાર કરો. (ફોટો:- હુશેન સિપાઈ)

આ સમાચારને શેર કરો