જલીડા પ્રાથમિક શાળાના વિધાર્થીઓને સરપંચ દ્રારા સ્વેટર તથા માસ્ક વિતરણ કરાયુ.
વાંકાનેર: જાલીડા ગામના નવ નિયુક્ત સરપંચ દ્વારા પ્રાથમિક શાળાના વિધાર્થીઓને સ્વેટર તથા માસ્ક વિતરણ કરાયુ.
શ્રી જાલીડા ગ્રામ પંચાયત તા.વાંકાનેરના નવ નિયુક્ત સરપંચશ્રી ગોપાલભાઇ સામતભાઇ ચૌહાણ દ્વારા જાલીડા પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ના વિધાર્થીઓ તથા શ્રી ગોકુલધામ પ્રા.શાળા ધોરણ ૧ થી ૫ ,પાખરીયા વિસ્તારના વિધાર્થીઓને સ્વેટર તથા માસ્ક વિતરણ કરી રાજીપો વ્યક્ત કરવામા આવ્યો હતો.
આ તકે તમામ વિધાર્થીઓ ,શાળા પરીવાર તથા ગ્રામજનોએ આનંદની લાગણી વ્યક્ત કરી અને નવનિયુકત સરપંચ ભવિષ્યમા પણ આવા જ સમાજસેવાના કાર્યો કરતા રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.