વાંકાનેર: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફાઇનલ સરેરાશ 82.33 ટકા મતદાન થયું
સિંધાવદર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સરેરાશ 84.92 ટકા મતદાન થયું
વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફાઇનલ સરેરાશ 82.33 ટકા મતદાન થયું છે. જ્યારે સિંધાવદર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સરેરાશ 84.92 ટકા મતદાન થયું
વાંકાનેર તાલુકાની કુલ 61 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજવામાં આવી હતી ત્યાં આજે સવારના સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. આ ચૂંટણીમાં કુલ 51062 પુરુષ મતદારો અને 48094 સ્ત્રી મતદારો કુલ 99156 મતદારોમાંથી ચૂંટણી પુરી થયા સુધીમાં 43105 પુરુષોએ અને 38534 સ્ત્રીઓએ કુલ 81639 મતદારોએ મતદાન કર્યું છે. આમ કુલ 82.33 ટકા મતદાન થયું છે.
જયારે વાંકાનેર તાલુકામાં એક સીંધાવાદર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી ફુલ 2018 પુરુષ મતદારો અને 1993 સ્ત્રી મતદારો કુલ 4011 મતદારો નોંધાયેલા છે. જેમાંથી ચૂંટણી પુરી થયા સુધીમાં ચૂંટણીમા 1744 પુરુષ મતદારો અને 1662 સ્ત્રી મતદારો કુલ 3406 મતદારો. મતદાન કરેલ છે. સીંધાવદર ગ્રામ પંચાયતમાં 84.92 ટકા મતદાન થયું છે.
આમ વાંકાનેર તાલુકા ની 61+1=62 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી લડી રહેલા સરપંચો અને સભ્યોના ઉમેદવારનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. થયેલ મતદાનની ગણતરી આગામી તારીખ 21 મી ડિસેમ્બર અને મંગળવારના રોજ કરવામાં આવશે ત્યારે પોતાના ગામના વિકાસ માટે મતદારોએ કરેલો કરેલ નિર્ણય જાહેર થશે