Placeholder canvas

વાંકાનેર: જાલીડા ગામમાં અવાળે પાણી ભરવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી ને ગાળાગાળી !

વાંકાનેર : વાંકાનેરના જાલીડા ગામે અવાળે પાણી ભરવા મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં બન્ને પરિવારોના સભ્યોને ઇજા પહોંચી હતી. બાદમાં આ બનાવ સંદભે બન્ને પક્ષે એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાવી છે. જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળેલ માહિતી મુજબ ફરિયાદી રણછોડભાઇ પુનાભાઇ લોહ (રહે. ગામ જાલીડા, વાંકાનેર) વાળાએ આરોપીઓ શાદુળભાઇ મેરાભાઇ લોહ, રણછોડભાઇ મેરાભાઇ લોહ, મેરાભાઇ જીવાભાઇ લોહ (રહે. ત્રણેય ગામ જાલીડા, વાંકાનેર) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૧ ના રોજ ફરીયાદી જાલીડા ગામે પાણીના અવાડે નળેથી પીવાનુ પાણી કેનમાં ભરતા હતા ત્યારે આરોપીઓએ ફરીયાદીને ગાળો કાઢી તારે અહી અવાડે નળેથી પાણી ભરવાનુ નથી. તેમ કહિ આરોપીઓ ફરીયાદીને લાકડી વતી માથાના ભાગે ઇજા પહોચાડી તેમજ લાકડી વતી વાસામાં મુંઢ માર મારી ફરીયાદીને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે સમાપક્ષના મેરાભાઇ જીવાભાઇ લોહ (ઉ.વ. ૭૦, રહે. ગામ જાલીડા, વાંકાનેર)એ આરોપીઓ રણછોડભાઇ પુનાભાઇ લોહ, મુકેશભાઇ પુનાભાઇ લોહ, મુનાભાઇ માણસુરભાઇ લોહ, હરેશભાઇ અરજણભાઇ લોહ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ જાલીડા ગામે પાણીના અવાડે પાણી ભરવા આવતા ફરીયાદી માલ ઢોર પાણી પીવરાવતા હોય ઘડીક રહીને પાણી ભરવા કહેતા જે સારૂ નહીં લાગતા ફરીયાદીને તથા સાહેદ રણોડભાઇ મેરાભાઇ લોહ અને ફરીયાદીને લાકડી વતી ડાબા હાથે બાવડાના ભાગે મુંઢ ઇજા પહોચાડી તેમજ આરોપીઓએ સાહેદ રણછોડભાઇ મેરાભાઇને લાકડી વતી વાસામાં તથા કમરના ભાગે મુંઢ ઇજા પહોચાડી અને ફરીયાદી તથા સાહેદને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો