skip to content

વાંકાનેરના ક્રિકેટ ખેલાડી અલિફ માથકીયાનું રાષ્ટ્રિય કક્ષાએ ઓલરાઉન્ડર પ્રદર્શન

રાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ મા પસંદગી : ગ્રીનવેલી ઈન્ટરનેશનલ સ્કૂલ, લજાઈ , ગ્રીનવેલી સ્કૂલના આ પ્રથમ જ વર્ષમા સાબિત કર્યું કે તે ભણતર ની સાથે રમતગમતમાં પણ અગ્રેસર છે. શાળાકીય અંન્ડર-14 ભાઈઓની ક્રિકેટ સ્પર્ધામાં પહેલા મોરબી જિલ્લા કક્ષા એ ગ્રીનવેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ચેમ્પિયન બની હતી.

રાજ્ય કક્ષાએ જામનગર ખાતે રમવા ગયેલ ત્યા પણ મોરબી જિલ્લાની ટીમ એ ખુબ સારુ પર્ફોમન્સ આપેલ અને તેમા ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મોરબી જિલ્લાની ટીમમાથી ગ્રીનવેલી ઈન્ટરનેશનલ સ્કૂલના એક માત્ર ખેલાડી માથકીયા આલિફ મહમદભાઈ, (ઉપવન ફર્નિચર -વાંકાનેર વાળા) આલિફ માથકીયા ગુજરાતની ટીમમા પસંદગી પામનાર મોરબી જિલ્લાનો એકમાત્ર ખેલાડી છે.

તેઓનુ પ્રિનેશનલ કેમ્પ જામનગર ખાતે નવેમ્બર મહિનામાં 15 દિવસ ની પ્રેક્ટિસ પછી ગુજરાતની ટીમ 17 ડિસેમ્બર થી 23 ડિસેમ્બર સુધી રાજસ્થાન ના ઢોલપુરમા રમવા ગયેલ હતી. જ્યા પણ આલિફ માથકીયાએ તેમના ઓલરાઉન્ડર પ્રદર્શનથી બઘાના દિલ જીતી લીધા હતા, પરંતુ ગુજરાતની ટીમ તેમના ગ્રુપના ત્રણ માથી બે મેચ હારતા સેમી ફાઈનલ સુધી પહોચી શકિ નહોતી. પરંતુ વાંકાનેરના આ યુવા ક્રિકેટરે પોતાનુ ભવિષ્ય સુનિશ્ચિત કરી ક્રિકેટમા કારકિર્દી બનાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે.

આ સમાચારને શેર કરો