skip to content

વાંકાનેર: દિઘલીયાની સિમમાં 7 શખ્સો દોઢ લાખના મુદા માલ સાથે જુગાર રમતા પકડાયા

વાંકાનેર: દીઘલિયા ગામની સીમમાં સરધારકા જવાના રસ્તા ઉપર એક પોલ્ટ્રી ફાર્મમાં જુગાર રમતા સાત વ્યક્તિઓને તાલુકા પોલીસે પકડી પાડી છે.

આ બનાવની તાલુકા પોલીસ મથકેથી મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામની સીમમાં સરધારકા રસ્તા ઉપર ખોરજીયા રસુલભાઈની વાડીમાં આવેલ પોલ્ટ્રી ફાર્મમાં જુગાર રમતા સાત વ્યક્તિઓને બાતમી આધારે વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડયા છે.

દીઘલીયામાં ગુંદાની સીમથી ઓળખાતા સરધારકા રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં રસુલભાઇ ખોરજીયા પોતાના પોલ્ટ્રી ફાર્મમાં બહારથી માણસો બોલાવીને નાલ ઉઘરાવીને જુગાર રમી રમાડતા હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં સાત વ્યક્તિઓ જુગાર રમતા પકડાયા છે ૧, રસુલ ખોરજીયા. 2, લક્ષ્મણ ધીરુભાઈ કુંભણીયા, 3, છનાભાઇ રવજીભાઈ રોજારા, 4, ચોથાભાઈ રૂપાભાઈ રંગપરા, 5, પાયાભાઈ રૂપાભાઇ રંગપરા, 6, હરેશભાઈ ગાડુભાઈ ધોરીયા, 7, ભરતભાઈ દેવાભાઈ મુંધવા

આ સાત વ્યક્તિની રોકડ રૂપિયા 76450 સાથે એક કાર કિંમત રૂપિયા 40000, એક મોટરસાયકલ કિંમત રૂ 30000 અને 6 મોબાઇલ કિંમત 11000 રૂપિયા આમ બધું મળીને કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 157450 નો મુદામાલ પકડાયો છે. આ કામગીરી તાલુકા પીએસઆઇ આર પી જાડેજા સાથે તાલુકા સ્ટાફે કરી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો