Placeholder canvas

ટંકારા:મામલતદર તંત્રને ત્રણ મુદા ટાંકવા ટાઈમ નથી..!!

By Jayesh Bhatasaniya -Tankara મામલતદર તંત્રને ત્રણ મુદા ટાંકવા ટાઈમ નથી.સંકલન સમિતિમા મુદા પરનો અહેવાલ પણ સોમવારે? કચેરીમા કર્મચારી જ નથી કે તાત્કાલિક કામ થાય હાસ્યાસ્પદ જવાબ. બસ સ્ટેન્ડ. ડેમી 1પર ડિર્પ એરીગેસન નુ અધુરુ કામ રોડ પર ડાયવરજન આધારકાડની કામગીરીની વારમવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં પદાધિકારીઓ લાલધુમ

પ્રજાસત્તાક પર્વ ને ગણતરી ના દિવસો બાકી છે જીલ્લા કક્ષાની ઉજવણી ટંકારા થવાની છે ત્યારે સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિ પ્રજા ના પશ્ર્ન ને કેટલી ગંભીર છે કે ગર્વ થી કહી શકાય કે પ્રજા ખરેખર સતા ઉપર છે એ ગત મિટીંગ મા ન્યાય સમિતિના અધ્યક્ષ મહેશ લાધવા એ બળાપા સાથે અધિકારી પ્રજાની સમસ્યા માટે કેવા જાગુત છે એ ઉજાગર કર્યુ છે.

છેલ્લા બે દશકા થી ટંકારા બસ સ્ટેન્ડ માટે વલખાં મારી રહી હતી જેની જગ્યા તો ફાળવી પણ હજી સુધી કોઈ કામ કે પિકઅપ પોઇન્ટ પણ બન્યો નથી છતા એસ ટી ના અધિકારી મિટીંગ મા ડોકાતા નથી ડેમી 1 માથી ખેડૂતો ને સિંચાઈ માટે પાણી ની જે કેનાલ પર કામ બાકી છે તેના રાગળા તાણી પદાધિકારી થાક્યા છતા કોઈ કાર્યવાહી નહી. આવડા મોટા તાલુકા મા એકજ આધારકાડ ની કિટ અને એ પણ 15 દિવસ બંધ છતા કોઈ નિકાલ નહી. દોઠ વર્ષ થી લતીપર ચોકડીએ ભંગાર હાલત ના રોડ પર રીપેરીંગ કામ કરવા મા કોઈ જવાબ નથી દબાણ હોડીંગો અને અનેક પ્રજાલક્ષી પશ્ર્ન ને સંકલન મા રજુ કરવા છતા અધિકારીઓ નરયુ નાટક ગણી રહા નો આરોપ મહેશ લાધવા એ કર્યો છે.

આ અંગે મામલતદાર પંડયા પાસે થી સંકલન બેઠક ની માહિતી માટે મળતા કચેરી મા કર્મચારી જ ઓછા છે અને કામ વધુ છે માટે રીપોર્ટ સોમવારે કરશુ નો જવાબ આપ્યો હતો

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો