વાંકાનેર: બાંઉન્ટ્રી પાસે આઇસરે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત, પત્ની અને પુત્રને ઇજા…

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો….. https://t.me/kaptaannews

વાંકાનેર : વાંકાનેર બાંઉન્ટ્રી પાસે આઇસરે બાઇકને હડફેટે લેતા બાઈકચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની અને પુત્રને ઇજા પહોંચી હતી.

આ બનાવની મળેલી માહિતી મુજબ ચોટીલાના મોટી મોલડી ગામના ચંદુભાઈ ગેલાભાઈ ડાભી (ઉ.વ. 40) અને તેમના પત્ની તથા પુત્ર સાથે ગત તા.૨૬ ના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે રોડ ઇન્ડીયન ઓઇલ પંપની સામે વાંકાનેર બાંઉન્ટ્રી પાસે બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા. ત્યારે ઇન્ડીયન ઓઇલ પંપની સામેથી રોડ ક્રોસ કરતી વખતે એક આઇસર નં. જી.જે. ૦૩ બીવી ૭૨૫૬ના ચાલકે આ બાઇકને હડફેટે લેતા બાઈક સવાર ચંદુભાઈને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું અને આ અકસ્માતમાં તેમના પત્ની અને પુત્રને ઇજા પહોંચી હતી. બાદમાં આ બનાવ અંગે મૃતકના ભાઈ રતાભાઇ વેલાભાઇ ડાભીએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો