skip to content

વાંકાનેર : નવા પંચાસર નજીક જુગાર રમતા ચાર પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના નવા પંચાસર નજીક જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા છે. આ ચાર શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

તા. 28ના રોજ નવા પંચાસર ગામ મેઇન રોડ ઠાકરના મંદિર પાસે ગે.કા. રીતે જાહેરમાં બેસી સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા ચાર શખ્સો પકડાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 3,940 તથા મોબાઇલ નંગ 2 (કિ.રૂ. 20,000) મળી કુલ રૂ. 23,940નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ આ બનાવમાં ભુપતભાઇ દેવજીભાઇ પંચાસરા, હશુભાઇ ગોકળભાઇ મોરાડીયા, બાબુભાઇ જીવણભાઇ ટોળીયા તથા નાથાભાઇ ટપુભાઇ પંચાસરાની અટકાયત કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો