ચોટીલા: બે દિવસ પહેલા મર્ડર થયેલ યુવાનની દફનવિધિ વખતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ

ચોટીલા પોલીસને બે દિવસ પહેલા જ જીવન નું મર્ડર થયું હતું તેમના ઘરે જઈને પોલીસે ખાખીનો રોફ જમાવ્યો હતો તેનો વીડિયો થયો વાયરલ..

By Afzal Multani -Chotila

ચોટીલા: બે દિવસ પહેલા ચોટીલા ઘાચી વાડ વિસ્તારમાં માતા પુત્ર ઉપર ચાર શખ્સો એ હુમલો કરી યુવકની હત્યા નિપજાવેલ જેના મૈયત સમયે મહિલા પોલીસ અધિકારીએ અસભ્ય ભાષા પ્રયોગ કરતા મામલો બિચક્યો હતો અને લોકો રોષે ભરાયા હતા. વાયરલ થયેલ વિડીયોમાં મૈયત સમયે પોલીસ કાફલો તે વિસ્તારમાં પહોચ્યો હતો જેમા મહિલા અધિકારી દ્વારા કોઇ કારણોસર અપશબ્દોનો પ્રયોગ કરાતા લોકોએ રોષભેર વિરોધ કરેલ અને ભોગ બનનાર પરિવારને દબાવવાનું રહેવા દો, મહિલા ઉઠી ખરાબ શબ્દો શોભતા નથી, પાચ લાખ નું સેટીંગ કર્યુ છે! જેવા વાક્ય લોકોના ટોળામાથી સંભળાય છે. લોકોનો રોષ પારખી અધિકારી સરકારી વાહનમાં બેસી જતા રહ્યા હોવાના પણ દ્રશ્યમાન થાય છે.

કાયદો વ્યવસ્થાની શહેરમાં પરિસ્થિતિ બગડે નહી તેમજ એકજ સમાજમાં બે પરિવાર વચ્ચે હત્યા સુધી પહોચેલ ઝગડો આગળ વધે નહી તે દિશામાં જીલ્લા પોલીસ વડાએ તકેદારી દાખવી જરૂર હોવાનું જણાય આવે છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •