વાંકાનેર: બાઉન્ડ્રી પાસે આઇસરે રાહદારીને હડફેટે લીધો.
વાંકાનેર : ગત તા. 26 જુલાઈના રોજ રાત્રીના સમયે રાજકોટ-ચોટીલા નેશનલ હાઇવે રોડ પર વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગોપાલસિંહ રોડ ક્રોસ કરતા હતા. ત્યારે આઇશર એમ.એચ.-૦૨-ઇઆર- ૮૪૫૯ના ચાલકે ગોપાલસિંહને હડફેટે લેતા તેમને માથાના ભાગે તેમજ જમણા પગે ફેકચર જેવી ઇજા તથા શરીરે મુંઢ ઇજા થઇ હતી. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગોપાલસિંહના ભાઈ દેવેન્દ્રસિંહ પ્રવિણસિંહ પરમારએ આઇસરચાલક સામે ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.