વઘાસીયામાં અજાણ્યા વાહને હડફેટે લેતા બાઈકચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામમાં અજાણ્યા વાહને હડફેટે લેતા બાઈકચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આ બનાવમાં મૃતકના ભાઈ મહાવીરભાઇ રામમીલન ગૌતમ (ઉ.વ. 26, રહે. ગામ મહમુદપુર, તા. જયસીંગપુર, જી. સુલતાનપુર, રાજ્ય ઉત્તરપ્રદેશ) દ્વારા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગત તા. 25 ઓગસ્ટના રોજ રાત્રીના સમયે વાંકાનેરથી મોરબી જતા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ કૈલાશ પેટ્રોલપંપ સામે વઘાસીયા ગામની સીમમાં જીતુ (ઉ.વ. 27) નામનો યુવક મોટર સાયકલ નં. GJ-10-AE-5834 પર પસાર થતો હતો. ત્યારે અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા માથામાં તથા પગે ગંભીર ઇજા થવાના કારણે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે બેભાન ઇજાગ્રસ્ત હાલતમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.