Placeholder canvas

વાંકાનેર: છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો

વાંકાનેર: વાંકાનેર વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડામાં મધ્યમ પવન સાથે 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો.

બીપરજોય વાવાઝોડાની અસર વધતા ઓછા પ્રમાણમાં સમગ્ર ગુજરાતમાં જોવા મળી ત્યારે વાંકાનેર તાલુકામાં પાડોશી તાલુકા મોરબી અને ટંકારા કરતા ઓછો પવન હતો તેમ જ વરસાદ પણ ઓછો પડ્યો જેમને લીધે નુકસાની પણ ખૂબ જ ઓછી થઇ, જેથી લોકોએ રીતસરનો હાશકારો અનુભવ્યો.

વાંકાનેર કંટ્રોલ રૂમ પરથી મળેલી માહિતી મુજબ કાલે (તા.16)સવારના 8 વાગ્યાથી આજે (તા.17) સવારના 06:00 વાગ્યા સુધી કુલ 74 mm એટલે કે 2.91 ઇંચ વરસાદ પડ્યો. અવ પૂર્વે 41 mm એટલે કે 1.61 ઇંચ વરસાદ પડ્યો હતો આ સિઝનનો કુલ 115 mm એટલે કે 4.52 ઇંચ વરસાદ પડ્યો…

વાંકાનેર વિસ્તારમાં એકંદરે વાવાઝોડાની અસર ખૂબ ઓછી જોવા મળી કોઈક જગ્યાએ ઝાડ અને કોક જગ્યાએ ઇલેક્ટ્રિક થાંભલા પડ્યા તો અમુક જગ્યાએ થોડું ઘણું નુકશાન છે. પણ વાવાઝોડાની તીવ્રતા મુજબ વાંકાનેરમાં તેમની અસર ખૂબ ઓછી રહી. આ બે દિવસ દરમિયાન ધીમીધારે આવ-જા આવ-જા વરસાદ ચાલુ રહ્યો, જેમના કારણે સમગ્ર પંથકમાં ધરવની વાવણી થઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી…

અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર તરફથી સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા હતા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી હતી તેમજ નીચાળ વાળા વિસ્તારમાં અને ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.તેમની રહેવા ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કામમાં વહીવટી તંત્ર, પોલીસ સ્ટાફ તેમજ સંસ્થાઓ અને નામી અનામી આગેવાનોએ પોતાની કક્ષાએથી પ્રયત્નો કર્યા હતા. તે અભિનંદનને પાત્ર છે.

આ સમાચારને શેર કરો